કાર્તિક આર્યન ભુલી ગયો ચેઇન બંધ કરવાનું તો યાદ કરાવ્યું અનન્યાએ, VIDEO વાયરલ

કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં પોતાની ફિલ્મ પતિ, પત્ની ઔર વોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે (Ananya pandey) તેમજ ભૂમિ પેડનેકર (bhumi pednekar) સાથે જોવા મળશે. 

Updated By: Dec 2, 2019, 10:39 AM IST
કાર્તિક આર્યન ભુલી ગયો ચેઇન બંધ કરવાનું તો યાદ કરાવ્યું અનન્યાએ, VIDEO વાયરલ

નવી દિલ્હી : કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં પોતાની ફિલ્મ પતિ, પત્ની ઔર વોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે (Ananya pandey) તેમજ ભૂમિ પેડનેકર (bhumi pednekar) સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશનમાં કાર્તિક એવો ખોવાઈ ગયો હતો કે પોતાના પેન્ટની સાઇડ ચેઇન બંધ કરવાનું ભુલી ગયો હતો. અનન્યાએ તેને પોતાના પેન્ટની ચેઇન બંધ કરવાનું કહ્યું હતું. કાર્તિક અને અનન્યાનો આ વીડિયો વાયરલ થયો છે. જોકે કેટલાક લોકો એને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવે છે. 

ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આવ્યા નવા ફળ તો વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું....

કાર્તિકની આગામી ફિલ્મ પતિ પત્ની ઔર વો 6 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે. આ પછી તે સારા અલી ખાન સાથે લવ આજકલ 2માં જોવા મળશે. આ સાથે જ તે જાન્હવી કપૂર સાથે દોસ્તાના 2નું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં જ એક ઇવેન્ટમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિકે પત્નીની પસંદગી તરીકે સારાને સિલેક્ટ કરી હતી.

ડિમ્પલ કાપડિયાના માતા બેટ્ટીનું 80 વર્ષની વયે નિધન 

DNAમાં પ્રકાશિત થયેલ સમાચાર પ્રમાણે એક ઇવેન્ટમાં જ્યારે કાર્તિકને સવાલ કરવામાં આવ્યો હતો કે તે પત્ની તરીકે સારા અલી ખાન, કિયારા અડવાણી, નુસરત ભરૂચા તેમજ તારા સુતરિયામાંથી કોની પસંદગી કરશે ત્યારે કાર્તિકે સારા અને કિયારાનું નામ લીધું હતું. નોંધનીય છે કે હાલમાં કાર્તિક અને સારા વચ્ચે બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. આ સમાચાર પછી કાર્તિક અને સારા સાથે નથી દેખાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....