પ્રિયા પ્રકાશ વોરિયરનો લેટેસ્ટ વીડિયો પણ થયો વાઇરલ, તમે જોયો?

પ્રિયા પ્રકાશ વોરિયરે માત્ર 18 વર્ષની વયે દેશમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે

પ્રિયા પ્રકાશ વોરિયરનો લેટેસ્ટ વીડિયો પણ થયો વાઇરલ, તમે જોયો?

નવી દિલ્હી : પ્રિયા પ્રકાશ વોરિયરે માત્ર 18 વર્ષની વયે દેશમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. હકીકતમાં પ્રિયા મલયાલમ ફિલ્મ 'ઓરૂ અદાર લવ'થી એક્ટિંગની દુનિયામાં આવી છે. તે પોતાની પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ આખા દેશમાં ફેમસ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં પ્રિયાનો બહુ ક્રેઝ છે અને તેનો કોઈ પણ વીડિયો તરત જ વાઇરલ  થઈ જાય છે. હાલમાં પ્રિયા એક શોપિંગ મોલમાં જોવા મળી હતી અને આ વીડિયો વાઇરલ થઈ ગયો હતો. 

A post shared by Priya prakash varrier (@priyavarrierholics) on

આ વર્ષે વેલેન્ટાઇન્સ ડેના બે દિવસ પહેલાં પ્રિ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો અને તે આખા દેશમાં ફેમસ બની ગઈ હતી. આ વીડિયોમાં અનેક લોકો પ્રિયાની અદાના દિવાના થઈ ગયા હતા. હાલમાં પ્રિયાનો જે વીડિયો વાઇરલ થયો છે જેમાં તે લાલ રંગના ડ્રેસમાં દેખાય છે. આ વીડિયોમાં પ્રિયા પોતાના મિત્રો અને ચાહકો સાથે વાત કરતી પણ જોવા મળે છે. આ વીડિયો પ્રિયાના એક ફેનપેજ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news