વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં થયા વિરૂષ્કાનાં લગ્ન, આવી છે ખાસીયતો

વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં માત્ર એક રાત્રી રોકાવાનો ખર્ચો 14 લાખ રૂપિયા છે

વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં થયા વિરૂષ્કાનાં લગ્ન, આવી છે ખાસીયતો

નવી દિલ્હી : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઇટાલીનાં મિલાનમાં લગ્નનાંબંધનમાં બંધાયેલા છે. છેલ્લા ઘણા દિવસોથી આ બંન્નેનાં લગ્ન મુદ્દે સમાચારોનું બજાર ગરમ હતું. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં વિરાટ   અનુષ્કાના લગ્નન કરવાની વાત કરવામાં આવી હતી. ફિલ્મફેર મેગેઝીનનાં અનુસાર વિરાટ અને અનુષ્કાની જોડી સોમવારે રાતેર 8 વાગ્યે લગ્નની અધિકારીક પૃષ્ટી કરશે. ગુરૂવારે રાત્રે અનુષ્કા શર્માએ પોતાનાં પરિવાર અને ફેમિલી પંડિત સાથે ઇટાલી માટે રવાનાં થતા પહેલા મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. 

virushka, anushka sharma, virat kohli, borgo finocchieto, borgo finocchieto pics, virat anushka wedding, विराट कोहली-अनुष्का
આ લગ્નમાં અનુષ્કા અને વિરાટનાં ખાસ મિત્રો જ જોડાયા હતા. ભારતીય ટીમ હાલ શ્રીલંકાની સાથે સીરીઝમાં વ્યસ્ત છે. આ કારણે સચિન તેંડુલકર અને યુવરાજ જ લગ્નમાં આવે તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંન્નેનાં લગ્ન ઇટાલીનાં બોર્ગો ફિનોચિતો  (Borgo Finocchieto) રિઝોર્ટમાં વિરાટ અને અનુષ્કાનાં લગ્નનાં કાર્યક્રમો નક્કી હતી. 

virushka, anushka sharma, virat kohli, borgo finocchieto, borgo finocchieto pics, virat anushka wedding, विराट कोहली-अनुष्का
આ રિસોર્ટ ઇટાલીનાં મિલાન પાસે આવેલ છે. ફોર્બ્સની તરફથી બહાર પડાયેલી યાદી અનુસાર બોર્ગો ફિનોચીતો  રિજોર્ટમાં લગ્નનાં માટે વિશ્વનાં 20 રિસોર્ટ્સ પૈકી એક છે. આ યાદી અનુસાર ખર્ચા બાબતે આ રિસોર્ટ સમગ્ર વિશ્વમાં બીજા નંબર પર આવે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ઇટાલીમાં યોજાનારાં આ લગ્નનમાં કેટલાક મહત્વનાં મહેમાનોને જ બોલાવવામાં આવ્યા હતા. જેનું મુખ્ય કારણ રહ્યું કે, આ રિસોર્ટમાં માત્ર 22 રૂમ છે એવામાં તેમાં માત્ર 44 લોકો જ રોકાઇ શકે છે. 
બોર્ગો ફિનોચિતો રિસોર્ટ એક વાનયાર્ડ છે. અહીં દ્રાક્ષની ખેતી થાય છે. લગ્ન માટે વાઇનયાર્ડને પસંદ કરવાનું ખાસ કારણ છે કે અનુષ્કાએ થોડા દિવસો અગાઉ હાર્પર બાજાર બ્રાઇડ મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે લગ્ન વાઇનયાર્ડ ડેસ્ટિનેશ પર કરવાનું પસંદ કરશે. 
ઇટાલીનાં આ વેન્યુની સૌથી ખાસ વાત છે કે આ સ્થળને માત્ર ઉનાળા દરમિયાન જ ખુલ્લી મુકવામાં આવે છે. જો કે વિરાટ અને અનુષ્કાની લગ્ન માટે ખાસ કરીને ડિસેમ્બરમાં ખોલવામાં આવ્યું છે. આ રિસોર્ટ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો પણ ફેવરેટ છે. અહીં ઓબામા પોતાની પત્ની સાથે રોકાઇ ચુક્યા છે. 
ફોર્બ્સનાં અનુસાર આ રિસોર્ટનાં એક રૂમમાં દર અઠવાડીયાનો ખર્ચ 147312 અમેરિકી ડોલર (98 લાખ રૂપિયા) છે. આ પ્રકારે એક રૂમનો એક દિવસનો ચાર્જ 14 લાખ રૂપિયા થાય છે. રિસોર્ટમાં કુલ 22 રૂમ આવેલા છે. એવું અનુમાન છે કે દરેક રિજોર્ટનો ખર્ચ આશરે 3 કરોડ 8 લાખ રૂપિયા છે. આ રીતે વિરાટ  અનુષ્કાનાં લગ્ન ઘણા મોંઘા સાબિત થવાનાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news