વિરુષ્કાની રિસેપ્શન પાર્ટી: લાલરંગની સાડી અને સિંદૂર સાથે અનુષ્કાનો ઠસ્સાદાર દેખાવ

મુગલાઇ સ્ટાઇલમાં દરબાર હોલને ભવ્ય શણગારવામાં આવ્યો છે

વિરુષ્કાની રિસેપ્શન પાર્ટી: લાલરંગની સાડી અને સિંદૂર સાથે અનુષ્કાનો ઠસ્સાદાર દેખાવ

નવી દિલ્હી : ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા તરફથી ગુરૂવારે દિલ્હીની તાજ ડિપ્લોમેટિક એન્કલેવ આયોજીત રિસેપ્શન પાર્ટીમાં દેશ - વિદેશની નામચીન હસ્તિઓનાં પહોંચવાનો ઘટનાક્રમ ચાલુ છે. રિસેપ્શન પાર્ટી અંગેની તમામ માહિતી અહીંથી મળતી રહેશે. બંન્નેએ બિલ્કુલ ઇન્ડિયન પરિધાનમાં છે. આ શાહી રિસેપ્શનની પાર્ટીમાં ઝહીર ખાન, ગૌતમ ગંભીર, આશીષ નેહરા, વીરેન્દ્ર સેહવાગ અને યુવરાજસિંહ પરિવાર સાથે પહોંચ્યા છે.

virushka

દિલ્હીની હોટલ તાજ મુગલ યુગની ડિઝાઇનથી સજાવાયો છે. તેમાં ધોલપુરનાં પિંકલ કલરનું શાનદાર પત્થર લગાવવામાં આવ્યા છે. અહીં લીલોતરી એટલી સહજ લાગે છે કે જોનારા છક રહી જાય. ઇન્ટીરિયર અને અહીંનાં રૂમ્સમાં એન્ટીક પીસીઝ અને કલાત્મક વસ્તુઓ સજાવવામાં આવી છે. હોટલની તમામ 292 લક્ઝુરીયસ રૂમમાંથી આકાશ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. તાજ એન્કલેવનું સૌથી મોટુ અને મોંઘુ સ્થળ છે દરબાર હોલ, જ્યાં વિરાટ - અનુષ્કાનું રિસેપ્શન થઇ રહ્યું છે.

 

— ANI (@ANI) December 21, 2017

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news