પુત્રીના જન્મ પછી Virat Kohli એ મેળવી આ સિદ્ધિ, 90 Million ફોલોઅર્સ મેળવનારા  Asia ના પહેલાં વ્યક્તિ બન્યા

વિરાટ કોહલી  (Virat Kohli) એ ઈંસ્ટાગ્રામમાં મચાવી ધમાલ. ઈંસ્ટાગ્રામ (Instagram) માં વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા 90 મિલિયનથી પણ વધી ગઈ. આવું કરનારા વિરાટ કોહલી એેશિયાના પહેલાં વ્યક્તિ બની ગયા છે. સાથે જ 90 મિલિયન ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં વિરાટ દુનિયાના ચોથા વ્યક્તિ બની ગયા છે.

Updated By: Jan 17, 2021, 12:03 PM IST
પુત્રીના જન્મ પછી Virat Kohli એ મેળવી આ સિદ્ધિ, 90 Million ફોલોઅર્સ મેળવનારા  Asia ના પહેલાં વ્યક્તિ બન્યા

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2021 ખુબ ખાસ છે. 11 જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કા શર્મા (Anushka Sharma) પેરેંટ્સ બન્યા છે. આ ખુબસુરત જોડીના જીવનમાં આવી છે એક નન્હી પરી. તેમની પુત્રીના જન્મ પછી વિરાટ કોહલીની ફેન ફોલોઈંગમાં ધરખમ વધારો થયો.

Friday Release Funda: કેમ બોલીવુડમાં શુક્રવારે જ રિલીઝ થાય છે ફિલ્મો? જાણો રસપ્રદ કહાની

ઈંસ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો કમાલ
વિરાટ કોહલી  (Virat Kohli) એ પોતાના ક્રિકેટ કરિયરમાં કેટલાંય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અને અસંખ્ય સફળતાના શિખરો સર કર્યા છે. જ્યારે પણ ક્રિકેટની વાત થાય છે, તો કોહલીનું નામ પણ જરૂરથી ચર્ચામાં આવે છે. ખુબ જ ટૂંકાગાળામાં વિરાટ કોહલીએ આ મુકામ હાંસલ કરી લીધું છે. અને હાલના દિવસોમાં વિરાટની પ્રસિદ્ધિમાં વધારો થયો છે. વિરાટ કોહલી  (Virat Kohli) ના ઈંસ્ટાગ્રામ પર 90 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ બની ગયા છે. આ સિદ્ધિ મેળવનારા વિરાટ એક માત્ર ભારતીય છે. એટલું જ નહીં સમગ્ર એશિયામાં પણ આ સિદ્ધિ હજુ સુધી બીજું કોઈ હાંસલ નથી કરી શક્યું. 90 મિલિયનથી વધારે ફોલોઅર્સ ધરાવતા લોકોમાં વિરાટ કોહલી  (Virat Kohli) દુનિયામાં ચોથા ક્રમે પહોંચી ગયા છે.

વાયરલ થયો સનીનો ફની વીડિયો, પાણીપુરીની મજા લઈ રહી છે અભિનેત્રી

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ-અનુષ્કાએ કરી ખાસ અપીલ
વિરાટ કોહલી  (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પોતે પેરેંટ્સ બન્યા હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી. આ સાથે જ તેમણે એવી પણ અપીલ કરીકે, તેમની પુત્રીનો કોઈ ફોટો ન લેવામાં આવે. આ દંપતીએ પોતાની પુત્રીની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આવી અપીલ કરી છે. તેમણે કહ્યુંકે, તેઓ ઈચ્છે છેકે, તેમની પુત્રી લોકોની નજરથી દુર રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube