VIDEO: કોચ શાસ્ત્રીની ચેલેન્જ છોડીને પત્નીના ફિલ્મ પ્રમોશનમાં લાગ્યો વિરાટ કોહલી

વિરાટ કોહલી આફ્રિકાના પ્રવાસે છે અને અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની વધુ એક ફિલ્મ પરીનું નવું ટિઝર રિલીઝ થઈ ગયું છે. 

  VIDEO:  કોચ શાસ્ત્રીની ચેલેન્જ  છોડીને પત્નીના ફિલ્મ પ્રમોશનમાં લાગ્યો વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકા વચ્ચે છ મેચની શ્રેણીની ત્રીજી વનડે આજે કેપટાઉનમાં રમાશે. ભારતે શરૂઆતી પ્રથમ બંન્ને વનડે જીતીને સીરિઝમાં 2-0ની લીડ બનાવી લીઘી છે. હવે ભારતની નજર આ લીડને મજબુત કરવાની છે. આફ્રિકા શ્રેણીમાં વાપસી કરવા  માટે મેદાને ઉતરશે. ઈજાને કારણે આફ્રિકન ટીમ મુશ્કેલીમાં છે. ડી કોક, એબીડી અને ડુ પ્લેસિસ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ ભારતીય બેટ્સમેન ફોર્મમાં છે. વિરાટે બંન્ને વનડેમાં શાનદાર બેટિંગ કરી હતી. 

વિરાટ પોતાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની ફિલ્મ પરીનું નવું ટીઝર રિલીઝ થયું છે. અનુષ્કા શર્માની ફિલ્મ પરી હોળી પર રિલીઝ થવાની છે, પરીમાં અનુષ્કાનો ડરાવણો ચહેરો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હવે આ ફિલ્મનું નવુ ટીઝર રિલીઝ થયું છે, જેને વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 

 

કોચ રવિ શાસ્ત્રીએ પક્ડયું સેનેટરી પેડ અને વિરાટ કોહલીને આપી ચેલેન્જ
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાથમાં સેનેટરી પેડ લઈને એક તસ્વીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું , મારા હાથમાં સેનેટરી પેડ છે, હું ખુશ છું, હું રોકસ્ટાર અક્ષય કુમારના આ ટૈબૂને તોડવામાં સ્પોર્ટ કરુ છું. 

રવિ શાસ્ત્રીએ આ ચેલેન્જને આગળ કેપ્ટન કોહલી, ગૌતમ સિંધાનિયા અને લિએન્ડર પેસને આપી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી આ ચેલેન્જ સ્વીકારી નથી, પરંતુ આ વચ્ચે તેણે અનુષ્કા શર્માની હોમ પ્રોડક્શનની ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. 

ખૂબ ડરાવણું છે ફિલ્મનું ટીઝર
ફિલ્મનું આ ટીઝર ડરાવણું છે. અનુષ્કાની આ હોરર ફિલ્મના નવા ટીઝરના એક સીનમાં અનુષ્કા એક વ્યક્તિમે એક હાથે ઉપાડતી જોવા મળી રહી છે. આ સીનમાં તેનો ચહેરો લોહીથી ખરડાયેલો નજર આવે છે. ટીઝર જોઈને લાગે છે કે ફિલ્મમાં તેની પર આત્માની અસર થાય છે. 

પરીમાં બંગાળી અભિનેતા પરમબ્રત ચેટર્જી પણ નજર આવશે. જાણકારી પ્રમાણે આ ફિલ્મની શૂટિંગ મુંબઈ અને કોલક્તામાં થઈછે. અનુષ્કાનો લુક આ ટીઝર અને પોસ્ટરમાં ખુબ ખતરનાક લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news