અનુષ્કા શર્માને લેવા એરપોર્ટ પહોંચ્યો વિરાટ કોહલી, મળતાં જ આપ્યું ગાઢ આલિંગન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી હવે છૂપી રહી નથી. અનુષ્કાને લેવા એરપોર્ટ ગયેલા વિરાટની તસ્વીર વાયરલ થઇ છે. 

અનુષ્કા શર્માને લેવા એરપોર્ટ પહોંચ્યો વિરાટ કોહલી, મળતાં જ આપ્યું ગાઢ આલિંગન

નવી દિલ્હી : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી હવે છૂપી રહી નથી. વિરાટ પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં અને જાહેર સ્થળોએ અનુષ્કાને લઇને પોતાના પ્રેમનો એકરાર કરતો દેખાઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ વિરાટે અનુષ્કા સાથે પોતાની એક પ્રેમભરી તસ્વીર પણ શેયર કરી હતી અને લખ્યું હતું કે, તે કેટલો યાદ કરે છે. એટલું  જ નહીં આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ વિરાટે અનુષ્કાની ફિલ્મ પરીનું ઘણું પ્રમોશન કર્યું હતું. આ કપલે ગત ડિસેમ્બર માસમાં ઇટલીમાં ઘણા ઓછા સ્નેહી અને મિત્રોની હાજરી વચ્ચે છાની રીતે લગ્ન કર્યા હતા. જોકે એ બાદ દિલ્હી અને મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન પણ આપ્યું હતું. 

લગ્ન બાદ અનુષ્કા વિરાટ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઇ હતી. પરંતુ પોતાની ફિલ્મ પરી અને જીરોને લઇને તે ટૂંક સમયમાં પરત ફરી હતી. વિરાટ પણ અંદાજે બે મહિનાના આ પ્રવાસને યાદગાર બનાવી પરત ફર્યો છે. તાજેતરમાં વિરાટ મુંબઇમાં ટેટૂ છૂંદાવતાં પણ નજરે પડ્યો હતો. 

જોકે આ કપલને લગ્ન બાદ વધુ સમય સાથે રહેવાની તક મળી ન હતી. એવામાં જ્યારે પણ આ કપલ મળે તો માહોલ રોમાન્સભર્યો બને છે. અંદાજે બે મહિના બાદ ફરી એકવાર આ કપલ સાથે જોવા મળ્યું છે. ફિલ્મ ઝીરોનું શૂટીંગ કરી રહેલ અનુષ્કા કેટલાક સમય બાદ મુંબઇ પરત ફરી છે એવામાં વિરાટ પોતે એને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. 

વિરાટ અને અનુષ્કાની એરપોર્ટની તસ્વીરો સોશિયલ મીડિયાનાં વાયરલ થઇ છે. જેમાં વિરાટ, અનુષ્કાને ગાઢ આલિંગન આપી રહ્યો છે, ઘણા સમયે બંને મળતાં બંનેના ચહેરા જાણે ખુશી અને પ્રેમથી ચમકી રહ્યા હતા. અનુષ્કા જેવી ગાડીમાં બેઠી કે તરત જ બંને એકબીજાને ગળે મળ્યા હતા. ચાહકોને આ તસ્વીરો ઘણી પસંદ આવી રહી છે. 

— Virat Kohli Fan Club (@TeamVirat) March 4, 2018

જોકે ત્યાર બાદ વિરાટ અને અનુષ્કા શ્રીદેવીને શ્રધ્ધાંજલિ આપવા માટે એમના ઘરે ગયા હતા. અહીં નોંધનિય છે કે, વિરાટ અને અનુષ્કા પોતાના વ્યસ્ત શિડ્યૂલને કારણે શ્રીદેવીના અંતિમ દર્શને હાજરી આપી શક્યા ન હતા. જે બાદ તેઓ હવે કપૂર પરિવારને મળવા ગયા હતા. 

— Virat Kohli Fan Club (@TeamVirat) March 4, 2018

અહીં નોંધનિય છે કે, અનુષ્કા શર્મા ઝીરો ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છે તો વિરાટ કોહલી હાલમાં આરામ ફરમાવી રહ્યો છે. તે 6 માર્ચથી શરૂ થતી નિડાસ ટ્રોફી માટે આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news