Fahadh Fazil: અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચાલી રહી છે. દર્શકોના બહોળા પ્રતિસાદની સાથે આ ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ જ મૂવીમાં એક વિલને રંગ રાખ્યો છે. તેનું નામ છે ફહદ ફાઝિલ. ફહદ ફાઝિલ આ મૂવીનો જ એક ભાગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુષ્પા 2ની કમાણી
પુષ્પા 2ની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર 2 દિવસમાં જ 417 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. તેની સામે ભારતમાં આ ફિલ્મનું કલેક્શન 265 કરોડ રૂપિયા થઇ ચૂક્યું છે. ત્યારે વાત કરીએ ફહદ ફાઝિલની અન્ય ફિલ્મો, જે એકવખત જોવા જેવી છે.


આ કંપની તમને આપશે પ્રેમ કરવાના પૈસા!વાત માનશો નહીં પણ છે હકીકત છે એમાં કોઇ શંકા નથી!


ફહદ ફાઝિલની અન્ય ફિલ્મો
વર્ષ 2020માં રીલિઝ થયેલી  ‘ટ્રાંસ’ ફિલ્મમાં ફહદ ફાઝિલે જબરદસ્ત અભિનય કર્યો છે. તે આ મૂવીમાં હીરોના કિરદારમાં છે. આ ફિલ્મની કહાની દમદાર છે. જે ફહદ ફાઝિલની આસપાસ જ ફરતી હોય છે. આ મૂવીમાં ફહદની એક્ટિંગ જોઇને તમે પણ તેના ફેન થઇ જશો. 


આ માર્કેટમાં 3થી 5 લાખમાં મળી જાય છે BMWથી લઈ Audi જેવી લક્ઝરી કાર


ફહદ ફાઝિલની પોપ્યુલર મૂવીમાંથી ટ્રાંસ એક અનોખી ફિલ્મ છે. જેનું ડિરેક્શન અનવર રશીદ કર્યું છે. જો તમારે પણ આ ફિલ્મ હિંદી ભાષામાં જોવી છે તો ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમી વીડિયો પર અવેલેબલ છે. IMDB પર ફહદની આ ફિલ્મને 10 માંથી 7.3 રેટિંગ મળ્યા છે. દર્શકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી છે અને હકીકતમાં આ ફિલ્મ એક વખત જોવા જેવી છે.