)
Anil Kapoor On Amitabh Bachchan: અનિલ કપૂર બોલીવુડના શાનદાર કલાકારોમાંથી એક છે. 70ના દાયકાના અંતથી લઈને અત્યાર સુધી તેઓ ફિલ્મી દુનિયામાં સતત કામ કરી રહ્યાં છે. તેમણે પોતાના સાડા ચાર દાયકાના કરિયરમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે. ઉંમરના સાત દાયકા પુરા કરવાની નજીક ઉભેલા અનિલ કપૂરે ક્યારેય પોતાના કામમાંથી બ્રેક લીધો નથી. તેની પાછળનું કારણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છે.
વર્ષો પહેલા અમિતાભ બચ્ચને પોતાના જુનિયર અનિલ કપૂરને એક એવી સલાહ આપી હતી, જેનું પાલન અનિલ આજ સુધી કરે છે. તેનો ખુલાસો પણ ખુદ અનિલે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોતાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તે વિદેશમાં બિગ બીને મળ્યા હતા, ત્યારે બિગ બીએ તેમને કંઈક એવું કહ્યું જે હંમેશા માટે તેમના હ્રદયમાં વસી ગયું.
અમિતાભ બચ્ચનના પ્રશંસક છે અનિલ કપૂર
એકવાર અનિલ કપૂરે એક ટીવી શોમાં અમિતાભ બચ્ચનને લઈને વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હંમેશાથી અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ વ્યક્તિ પાસેથી પ્રેરણા લે છે. તેમણે કહ્યું હતું- હું હંમેશા અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, નસીરૂદ્દીન શાહ અને કલમ હસન પાસેથી પ્રેરણા લઉં છું, જે મહાન કલાકાર છે.
અમિતાભ બચ્ચને આપી હતી આ સલાહ
અનિલ કપૂરે આગળ જણાવ્યુ, 'અમિત જીએ ફિલ્મ 'ખુદા ગવાહ (1992)' બાદ પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. તેઓ સામાન્ય જીવન જીવવા માટે ન્યૂયોર્ક જતા રહ્યાં હતા. હું ત્યાં મેહરબાનના શૂટિંગ માટે ગયો હતો. હું તેમને મળ્યો અને જણાવ્યું કે 25 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યાં બાદ હું થાકી ગયો છું અને બ્રેક લેવા ઈચ્છુ છું. અમિત જીએ મને કહ્યુ કે જીવનમાં ક્યારેય આવી ભૂલ ન કરવી. ક્યારેય બ્રેક ન લેવો.' અનિલ કપૂરે આગળ કહ્યું- મેં પોતાના 38 વર્ષ લાંબા કરિયરમાં ક્યારેય બ્રેક લીધો નથી.
અનિલ-અમિતાભનું વર્કફ્રંટ
અમિતાભ બચ્ચન આ દિવસોમાં પોતાના ટીવી શો કોન બનેલા કરોડપતિની 17મી સીઝન હોસ્ટ કરી રહ્યાં છે. અનિલ કપૂર છેલ્લે વોર 2મા જોવા મળ્યા હતા. તેમની આગામી ફિલ્મો કિંગ અને આલ્ફા સામેલ છે.