)
The Great Indian Kapil Show: કપિલ શર્મા આજે ભારતના સૌથી ફેમસ અને ખૂબ જ મોંઘા કોમેડિયનમાંથી એક છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત રિયાલિટી ટીવી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. ત્યારબાદ તેઓ કોમેડી નાઇટ્સ વિથ કપિલ, ફેમિલી ટાઇમ વિથ કપિલ અને કોમેડી સર્કસ જેવા શોમાં દેખાયા.
ટીવી પર સતત સફળતા મેળવ્યા બાદ તેઓ હવે OTT પ્લેટફોર્મ Netflix પર The Great Indian Kapil Show સાથે દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. હાલમાં, "ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો"ની ત્રીજી સીઝન નેટફ્લિક્સ પર પ્રસારિત થઈ રહી હતી. જો કે, આ શો હાલમાં કાનૂની વિવાદોમાં ફસાયેલ છે, જેના કારણે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના માલિક અને શોની કમાણી માટે સતત ઇન્ટરનેટ પર ચર્ચા ચાલી રહી છે. તો ચાલો આજે તમને જણાવીએ કે, ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના માલિક કોણ છે અને આ શોથી એક એપિસોડમાંથી કેટલી કમાણી થાય છે.
કોણ છે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના માલિક?
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને નેટફ્લિક્સ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે અને આ શો નેટફ્લિક્સ પર પ્રસારિત થાય છે. આ શોના હોસ્ટ અને નિર્માતા કપિલ શર્મા છે. શોના નિર્માણમાં અન્ય કંપનીઓ પણ સામેલ છે, પરંતુ મુખ્યત્વે તે નેટફ્લિક્સ શો છે, જેમાં કપિલ શર્મા મહેમાનો સાથે વાતચીત કરે છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની નેટફ્લિક્સ પર આ ત્રીજી સીઝન છે. અગાઉ કપિલના શો ટીવી પર પ્રસારિત થતા હતા.
કેટલી કમાણી કરે છે આ શો?
એક શોથી નેટફ્લિક્સ કેટલી કમાણી કરે છે, તેના કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. જો કે, રિપોર્ટ્સ અનુસાર ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોના પ્રતિ એપિસોડથી કપિલ શર્મા 5 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે કપિલ શર્માના આ શોની પહેલી અને બીજી સીઝનની કુલ કમાણી 130 કરોડ રૂપિયા રહી હતી. ત્રીજી સીઝન પછી તેમની કુલ કમાણી 195 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ શોના અન્ય કલાકારો, જેમ કે સુનીલ ગ્રોવર એક એપિસોડ માટે 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અર્ચના પૂરણ સિંહ એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા, કૃષ્ણા અભિષેક પણ એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા અને કીકુ શારદા એર એપિસોડ માટે 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ત્રીજી સીઝનમાં જોવા મળ્યા મોટા સ્ટાર્સ
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ત્રીજી સીઝનના પહેલા એપિસોડમાં સલમાન ખાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ શોમાં અનુપમ ખેર, નીના ગુપ્તા, અલી ફઝલ, કોંકણી સેન શર્મા, પંકજ ત્રિપાઠી, અનુરાગ બાસુ, ફાતિમા સના શેખ, આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા છે. જ્યારે આ સીઝનના છેલ્લા એપિસોડમાં અક્ષય કુમાર મહેમાન બનીને આવ્યા હતા. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોનો છેલ્લો એપિસોડ 20 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર પ્રસારિત થયો હતો. આ એપિસોડમાં અક્ષય કુમારે તેમના કરિયર અને અંગત જીવનના કેટલાક કિસ્સાઓ શેર કર્યા.