)
Bollywood Year Ender 2025: વર્ષ 2025 બોલીવુડ માટે ખાસ રહ્યું કારણ કે આ વર્ષમાં ઘણા સ્ટાર કિડ્સ એ પોતાના કરિયરની શરુઆત કરી છે. આ કલાકારોના સંતાનોએ મોટા મોટા પ્રોજેક્ટ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જો કે આ સ્ટારકિડ્સમાંથી કેટલાકે દર્શકોનું દિલ જીત્યું છે તો કેટલાક લોકોની અપેક્ષા પર ખરા નથી ઉતરી શક્યા.
વર્ષ 2025 પુરું થવા જઈ રહ્યું છે ત્યારે તમને જણાવીએ આ વર્ષે કયા સ્ટાર કિડ્સને લોકોએ પસંદ કર્યા છે અને કયા કલાકારો રિજેક્ટ થયા છે.
શનાયા કપૂર - સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે રોમાંટિક ડ્રામા આંખો કી ગુસ્તાખિયાં ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી જોવા મળ્યો હતો. આ ફિલ્મને લઈને અપેક્ષા વધારે હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.
ઈબ્રાહિમ અલી ખાન - ઈબ્રાહિમ અલી ખાને પણ નાદાનિયા સાથે એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું પરંતુ સ્ક્રીન પર તે ખાસ અસર દેખાડી શક્યો નથી. તેની એક્ટિંગથી લોકો પ્રભાવિત થયા નહીં.
રાશા થડાની - રવીના ટંડનની દીકરી રાશા થડાની એ અજય દેવગણની ફિલ્મ આઝાદથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બિગ બજેટ હતી પરંતુ વીક સ્ટોરીના કારણે ફ્લોપ સાબિત થઈ. અને રાશાનું કામ પણ લોકોએ ખુશ કરી શક્યું નહીં.
અહાન પાંડે - ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડેએ આ વર્ષે સૈયારા ફિલ્મથી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થી અને તે રાતોરાત યુથ આઈકોન બની ગયો.
આર્યન ખાન - આર્યન ખાને આ વર્ષે ડાયરેક્ટર તરીકે ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. તેની વેબ સીરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)