પહેલાં પણ સામે આવી ચૂકી છે 'પેડમેન'ની કહાની, અહીં જોઇ શકો છો ઓનલાઇન

બોલીવુડના 'ખેલાડી' અક્ષયની ફિલ્મ 'પેડમેન' આજે (શુક્રવારે) સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ પહેલાં આ ફિલ્મને 26 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ 25 જાન્યુઆરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થવાના કારણે 'પેડમેન'ને આજે 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી. મહિલાઓના પીરિયડ્સ એક એવો વિષય છે, જેના પર મોટાભાગે લોકોને ચૂપ રહેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ અક્ષય કુમાર આ ફિલ્મ આ વિષય પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા આપટે અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર આર બાલ્કી છે.  

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 9, 2018, 03:58 PM IST
પહેલાં પણ સામે આવી ચૂકી છે 'પેડમેન'ની કહાની, અહીં જોઇ શકો છો ઓનલાઇન

નવી દિલ્હી: બોલીવુડના 'ખેલાડી' અક્ષયની ફિલ્મ 'પેડમેન' આજે (શુક્રવારે) સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ પહેલાં આ ફિલ્મને 26 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ 25 જાન્યુઆરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થવાના કારણે 'પેડમેન'ને આજે 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી. મહિલાઓના પીરિયડ્સ એક એવો વિષય છે, જેના પર મોટાભાગે લોકોને ચૂપ રહેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ અક્ષય કુમાર આ ફિલ્મ આ વિષય પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા આપટે અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર આર બાલ્કી છે.  

પહેલાં પણ બની ચૂકી છે આ વિષય પર ફિલ્મ 
તમને જણાવી દઇએ કે 'પેડમેન પહેલાં પણ આ વિષય પર 'ફુલ્લૂ' અને 'મેંસટ્રુઅલ મેન' જેવી ફિલ્મો બની ચૂકી છે, જેમાં 'ફુલ્લૂ' એક બોલીવુડ ફિલ્મ બની હતી અને 'મેંસટ્રુઅલ મેન' એક ડોક્યૂમેંટ્રી છે. આવો, સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મ 'ફુલ્લૂ' વિશે. 'ફુલ્લૂ'ની કહાની એક અભણ વ્યક્તિ ફુલ્લૂ પર છે. તેને પીરિયડ્સ દરમિયાન મહિલાને થનાર અસુવિધાઓનો અહેસાસ થાય છે. તેના માટે જાગૃતતા પેદા કરવા માંગે છે અને પુરજોશમાં આ કામમાં લાગી જાય છે. 

1 કલાક 36 મિનિટની ફિલ્મ છે 'ફુલ્લૂ'
તેના માટે ફુલ્લૂ ગામમાંથી શહેર સુધીનો સફર પાર પાડે છે, ત્યાંના ડોક્ટર પાસે મહિલાઓના પીરિયડ્સ પેડ વિશે સમજે છે. પછી તે પોતે પેડ તૈયાર કરે છે. પરંતુ આ દરમિયાન તેને ઘણી સમસ્યામાંથી પસાર થવું પડે છે. આ ફિલ્મ ગત જૂનમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં જ્યોતિ સેઠી અને શબ્બીર હાશ્મીએ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને તમે યૂટ્યૂબ પર ફ્રીમાં જોઇ શકો છો. આ ફિલ્મ 1 કલાક 36 મિનિટની છે. 

ડોક્યુમેંટ્રી ફિલ્મ 'મેંસટ્રુઅલ મેન'
તો બીજી તરફ આ વિષય પર એક ડોક્યુમેંટ્રી ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું નામ છે  'મેંસટ્રુઅલ મેન'. આ અમિત વિરમાની દ્વારા નિર્દેશિત ફિલ્મ છે, જે વર્ષ 2013માં રિલીઝ થઇ હતી. તમે આ ફિલ્મને યૂટ્યૂબ પર 169 રૂપિયા આપીને પણ જોઇ શકો છો. આ ફિલ્મ 52.39 મિનિટની છે.