લોન્ચ થયું Zeeનું ફેમિલી પેક, માત્ર 45 રૂપિયામાં જૂઓ પોતાની ફેવરિટ ચેનલ્સ
ZEE ટીવી નેટવર્ક દ્વારા પોતાની ચેનલ્સ માટે અનેક નવા-નવા પેક બનાવાયા છે, જેમાં દર્શકો પોતાની મરજી પ્રમાણે પસંદ કરીને મનોરંજન મેળવી શકે છે
મુંબઈઃ Zee TV નેટવર્ક દ્વારા મુંબઈમાં ફેમિલી માટે 'સુનો ઝી કો ચુનો' કેમ્પેઈન અંતર્ગત જુદા-જુદા વેલ્યુ પેકની જાહેરાત કરવામાં આવી હતી. TRAIની ગાઈડલાઈન્સ આવ્યા બાદ આ નવા ફેમિલી પેકની જાહેરાત કરવામાં આવી છે. બેઝિક 24 ચેનલ્સમાત્ર રૂ.45માં ગ્રાહકો સુધી પહોંચશે. દર્શકોના મનોરંજન માટે અન્ય પેક પણ બનાવવામાં આવ્યા છે. દર્શકો પોતાની પસંદગીના પેક સિલેક્ટ કરીને રકમ ચૂકવી શકે છે.
ZEEના દર્શકો માટે હવે એક નવો વિકલ્પ ઉભો થયો છે કે તેઓ પોતાની ફેવરિટ ચેનલ્સ મનપસંદ પેક સાથે ખરીદી શકે છે અને જોઈ શકે છે. આજે ZEE જ્યારે નંબર વન ટેલિવિઝન નેટવર્ક છે ત્યારે તે પોતાના દર્શકો માટે નવા વેલ્યુ પેક લઈને આવી રહ્યું છે.
TRAIની નવી ગાઈડલાઈન આવ્યા બાદ ZEE દ્વારા દર્શકો માટે અત્યંત કિફાયતી વેલ્યુ પેક બનાવવામાં આવ્યા છે. દર્શકો હવે એટલા જ પૈસા આપશે જેટલી ચેનલ તેઓ જોવા માગે છે. હવે, દરેક ચેનલ માટે MRP નક્કી કરવામાં આવી છે, જેમાં દર્શકોની દરેક પસંદનું ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક ભાષા, વિસ્તાર, સમાચાર, એન્ટરટેઈનેમે્નટમાં કંઈ પણ બાકી ન રહી જાય એ બાબતનું ધ્યાન રખાયું છે.
TRAI દ્વારા દરેક ચેનલ માટે જે કિંમત નક્કી કરાઈ છે તેમાં 10 પૈસાથી માંડીને રૂ.19 સુધીની કિંમત છે. હવે ગ્રાહકો પોતાની પસંદગી પ્રમાણે ચેનલ લઈ શકે છે અને તેની ચૂકવણી કરી શકે છે.
જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી, ભારતનો પાસપોર્ટ 79મા ક્રમે
જૂઓ ZEEના કેટલાક પેક્સની વિગતો
ફેમિલી પેક
અહીં 24 ચેનલ માત્ર રૂ.45માં ઉપલબ્ધ હશે, જેમાં ZEEની તમામ ચેનલ, ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ, મ્યુઝિક અને મીવી ચેનલ હશે.
અમને ચૂંટણીમાં ફાયદા-નુકસાનની કોઈ ચિંતા નથીઃ વડા પ્રધાન મોદી
એચડી પેક પણ તૈયાર
આજકાલ લોકોને ત્યાં એચડી ટીવી આવી ગયા હોવાથી હાઈ ડેફિનેશન પેક પણ બનાવાયા છે. જેમાં ફેમિલી પેક રૂ.60થી 80 સુધીના હશે. ઓલ ઈન વન પેક રૂ.85થી રૂ.105 સુધીનું હશે. પ્રાઈમ પેક રૂ.25થી 35 સુધીના હશે.
આ ચેનલના લોન્ચિંગ પ્રસંગે ટીવી સ્ટાર અંગૂરી ભાભી ઉર્ફે શુભાંગી અત્રેએ જણાવ્યું કે, ZEE દરેક ઘરનો એક ભાગ છે અને ઝીની ચેનલ્સ પરિવારના દરેક સભ્યનું મનોરંજન કરે છે. આ જ કારણ છે કે આ પેક તેમના માટે અત્યંત યુઝફૂલ હશે.
ZEEના સીએમઓ પ્રત્યુષા અગ્રવાલનું માનવું છે કે, રિસર્ચ અને સરવે બાદ તેમણે આ પેક બનાવ્યા છે. લોકોની જરૂરિયાતો, મનોરંજન અને પસંદગીને ધ્યાનમાં રાખીને પરિવારના દરેક સભ્યને એટેન્ડ કરવા માટે કિફાયતી દરના આ વેલ્યુ પેક બનાવાયા છે. તેમને આશા છે કે, દર્શક અને ગ્રાહકોને ભરપૂર મનોરંજન આપશે. ફેમિલી પેકમાં 24 ચેનલ માત્ર રૂ.45માં ઉપલબ્ધ થઈ રહી છે.