ઉત્તરાખંડમાં ગુજરાતના 12 લોકો ફસાયા; વાદળ ફાટવાની ઘટના બાદ તમામ સંપર્કવિહોણા! પરિવાર ચિંતિત

Uttarakhand flash flood: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી  રહ્યા છે. કેમ કે  આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાવાના સમાચાર વચ્ચે ગુજરાતના 12 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી છે.

ઉત્તરાખંડમાં ગુજરાતના 12 લોકો ફસાયા; વાદળ ફાટવાની ઘટના બાદ તમામ સંપર્કવિહોણા! પરિવાર ચિંતિત

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More