નલિયા કાંડ: વિધાનસભામાં છેવટે રિપોર્ટ મૂકાયો, ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર...
કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવતા આ બનાવની તલસ્પર્શી તપાસ માટે જસ્ટિસ એ.એલ દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમાયું હતું.
ગાંધીનગર: કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવતા આ બનાવની તલસ્પર્શી તપાસ માટે જસ્ટિસ એ.એલ દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમાયું હતું. નલિયા કાંડનો નિવૃત્ત જસ્ટિસ એ.એલ દવેનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે ભલામણ કરી હતી. ત્યારે તપાસના આધારે બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય અથવા વિગતો ઉપલબ્ધ ન હોવાની નોંધ કરવામાં આવી છે.
વધુમાં વાંચો:- દીપેશ અભિષેક હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આસારામ આશ્રમ જવાબદાર
આ તપાસ અહેવાલ ઉપર સરકારનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરાયો. 179 પાનાના રિપોર્ટમાં કચ્છ જિલ્લાની યુવતી ઉપર થયેલ બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય વિગતો ઉપલબ્ધ થઇ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોય પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે અન્ય કોઈ વ્યક્તિઓની ક્ષતિ જણાય તો ફલિત થતું નથી.
વધુમાં વાંચો:- ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું
તપાસ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો
1. દરેક જિલ્લામાં બળાત્કારના કેસના તપાસ કરવા માટે અલગ પોલીસ હોવો જોઈએ
2. મહિલા ટીમની મેડિકલ તપાસ દરમિયાન મહિલા પોલીસ અધિકારી મહિલા હેલ્થ વર્કર ફરજિયાત પણે હાજર રહેવા જોઇએ આરોગ્ય વિભાગે પણ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર ની હાજરી આપવી જોઈએ
3. રાજ્ય સરકારે વર્મા કમિટીના અહેવાલની ભલામણોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇને ફોજદારી ધારામાં સુધારો કર્યો તેનું અમલીકરણ કરવું જોઈએ
4. ગામડાઓમાં શૌચાલયની પૂરતી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પૂરી પાડવાની આવે છતાં જણાય છે જેથી મહિલાઓની રાત્રિ દરમિયાન આ માટે તેઓ ઘરની બહાર જરૂર ન પડે જ્યાં અસામાજિક તત્વો દ્વારા તેઓને હેરાનગતિ કરવામાં આવતી હોય છે
5. લિંગ સમાન સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ અટકાવવા અને સ્ત્રીઓની વિરુદ્ધ હિંસા શોષણ અટકાવવા માટે શાળા અને કોલેજોમાં પાઠ્યક્રમ એક વિષય તરીકે સામેલ કરવો જોઇએ તેવી ભલામણ કરી
જુઓ Live TV:-