પ્લાસ્ટઈન્ડિયા 2018: 44 દેશોના 1800 એકઝીબીટર્સ તથા 2.46 લાખ મુલાકાતીઓ સાક્ષી બન્યા

પ્લાસ્ટઈન્ડિયા 2018ના ભવ્ય સમારંભમાં ઈનોવેટર્સને પ્રોત્સાહન, જ્ઞાન સભર ઈન્ટરનેશનલ કોન્ફરન્સો, અનોખી બાયર્સ-સેલર્સ મીટ પ્રોત્સાહક સ્ટોલ એવોર્ડઝ ખાસ આકર્ષણ બની રહ્યા. આ ભવ્ય સમારંભમાં પ્લાસ્ટીક ઉદ્યોગના સહયોગીઓએ એક જ મંચ ઉપર કેટલીક સીમાચિહ્નરૂપ સિધ્ધિઓ હાંસલ કરી. 1800 એક્ઝીબીટર્સ આ સમારંભમાં સામેલ થયા હતા, જેમાંથી 550 તો વિદેશના હતા. 

Updated By: Feb 14, 2018, 07:23 PM IST
પ્લાસ્ટઈન્ડિયા 2018: 44 દેશોના 1800 એકઝીબીટર્સ તથા 2.46 લાખ મુલાકાતીઓ સાક્ષી બન્યા

ગાંધીનગર: પ્લાસ્ટઈન્ડિયા 2018ના ભવ્ય સમારંભમાં ઈનોવેટર્સને પ્રોત્સાહન, જ્ઞાન સભર ઈન્ટરનેશનલ કોન્ફરન્સો, અનોખી બાયર્સ-સેલર્સ મીટ પ્રોત્સાહક સ્ટોલ એવોર્ડઝ ખાસ આકર્ષણ બની રહ્યા. આ ભવ્ય સમારંભમાં પ્લાસ્ટીક ઉદ્યોગના સહયોગીઓએ એક જ મંચ ઉપર કેટલીક સીમાચિહ્નરૂપ સિધ્ધિઓ હાંસલ કરી. 1800 એક્ઝીબીટર્સ આ સમારંભમાં સામેલ થયા હતા, જેમાંથી 550 તો વિદેશના હતા. 

21 એક્ઝીબીટર્સને ઉત્તમ સ્ટોલના એવોર્ડ એનાયત કરાયા. સમારંભમાં 4 પ્રોડક્ટસ ગ્રુપ રખાયા હતા, જેમાં રો-મટિરિયલ્સ અને એડીટીવ્ઝ. સેમી ફિનિશ્ડ અને ફિનિશ્ટ પ્રોડક્ટ (પ્રોપ્લાસ્ટ), પ્રાયમરી પ્રોસેસીંગ મશીનરીની સાથે સાથે ઓક્ઝીલિયરી અને એન્સીલિયરી ઉપકરણોના શિર્ષકો હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

બે દિવસની આ જોમદાયક કોન્ફરન્સમાં ભવિષ્યની ટેકનોલોજીથી સજ્જ ઉત્પાદનોનું કોમર્શિયાલાઈઝેશન, લો-કોસ્ટ પોકેટ વેન્ટીલેટર, એમ્પ્યુટીઝ માટે બાયોનિકઆર્મ, જોઈ શકે તેવા પગરખાં વગેરે દર્શાવવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ઓટોમોટિવ હેલ્થ કેર, સ્પોર્ટ અને ઈક્વિપમેન્ટસ, રિસાયક્લીંગ, થ્રીડી પ્રિન્ટીંગ અને કોમ્પોઝીસ્ટ ક્ષેત્ર માટે ઈનોવેશન રજૂ કરાયા હતા. 

પ્લાસ્ટીકના ઈન્ટેલિજન્ટ રિ-યુઝ અન રિ-સાયક્લીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ દ્વારા રિ-સાયક્લીંગની પ્રવૃત્તિ વધારીને વર્ષ 2020 સુધીમાં વાર્ષિક 20 મિલિયન ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. એક અહેવાલ મુજબ દેશમાં દર વર્ષે 62 મિલિયન ટન જેટલો કચરો પેદા થાય છે. તેમાં 5.6 મિલિયન ટન પ્લાસ્ટીક વેસ્ટ હોય છે. આથી ઈનોવેશનની જરૂરિયાત છે અને 1 ટકા કરતાં  પણ ઓછો કચરો જમીનમાં જાય તે આવશ્યક બની રહે છે. 

પ્લાસ્ટઈન્ડિયા 2018 ખાતે યોજાયેલ વિશિષ્ટ બાયર્સ સેલર મીટમાં અંદાજે 500 જેટલા બાયર્સ 535 રજીસ્ટર્ડ સેલર્સ સાથે જોડાયા હતા અને 1200 થી વધુ બેઠકો યોજાઈ હતી.

પ્લાસ્ટઈન્ડિયા 2018ની નેશનલ એક્ઝીક્યુટીવ કાઉન્સિલના ચેરમેન રાજીવ ચિતલીયાએ જણાવ્યું હતું કે " નેશનલ એક્ઝીક્યુટીવ કાઉન્સિલ તરફથી હું તમામ એક્ઝીબીટર્સ, પ્લાસ્ટઈન્ડિયા 2018ના મુલાકાતીઓ તથા તમામ કમિટી સભ્યોનો આભાર માનું છું. પ્લાસ્ટઈન્ડિયા 2018 થી વૃધ્ધિને તાકાત પ્રાપ્ત થઈ છે."

જોગાનુજોગ ભારત એ વિશ્વનો 7મા નંબરનો સૌથી મોટો મેન્યુફેક્ચરીંગ બેઝ છે અને વર્ષ 2021 સુધીમાં દેશમાં યુવાનોની વસતિ 464 મિલિયન જેટલી થશે. અંદાજે બે ટ્રીલીયન ડોલર જેટલી રકમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વપરાશે અને આગામી દાયકામાં અંદાજે 90 મિલિયન જેટલી નોકરીઓ ઉભી કરવામાં આવશે અને એ મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ થશે તેવી અપેક્ષા છે. પ્લાસ્ટીક સેક્ટર 12 ટકા જેટલી વૃધ્ધિ દાખવી રહ્યું છે અને જેમાં 30 હજાર જેટલા પ્રોસેસીંગ યુનિટો છે. 40 લાખ લોકોને નોકરીઓ આપે છે તથા 2000 થી વધુ નિકાસકારો તેની સાથે સંકળાયેલા છે. 150 થી વધુ દેશો ભારતમાંથી આયાત કરે છે. 

પ્લાસ્ટઈન્ડિયા 2018 એક અનોખો અને અજોડ સમારંભ બની રહ્યો હતો. એમાં નવા વિક્રમો સ્થપાયા છે. અનેક મુલાકાતીઓ તેમાં સામેલ થયા હતા. અમારી માહિતી મુજબ પ્રદર્શનની મુલાકાત લેનારની સંખ્યા દૈનિક 40 હજાર આસપાસ રહેતી હતી. અમે ગ્લોબલ સીઈઓ મીટનું આયોજન કર્યુ હતું, જેમાં ઉદ્યોગના ભાવિ અંગે ચર્ચા કરાઈ હતી. 

પર્યાવરણને પ્લાસ્ટીકથી જે અસરો થઈ રહી છે તે અંગે અમે સભાન છીએ. પ્લાસ્ટીક એ એક વન્ડર પ્રોડક્ટ છે અને અમારા તમામ એસોસિએશનોએ અહીં પર્યાવરણ અને રિસાયક્લીંગ અંગે ચર્ચા કરી હતી તેમ પ્લાસ્ટઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કે. કે. સેકસરીયા જણાવે છે.