ચેતન પટેલ/સુરત :સુરત શહેર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સુરત (surat) ના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક રસ્તાઓ પર તમને ચારેતરફ સપ્તપર્ણીના વૃક્ષો જોવા મળશે. એનુ કારણ એ છે કે, તેનુ પ્લાન્ટેશન  વર્ષ 2002થી શરૂ કરવામાં આવ્યું હતું. આજ દિવસ સુધી અંદાજે કુલ 2 લાખથી વધુ સપ્તપર્ણી (saptaparni) ના વૃક્ષો સુરત શહેરમાં વાવવામાં આવ્યા છે. શહેરમાં એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં ન આવ્યું હોય. આ છોડનું માતબર સંખ્યામાં પ્લાન્ટેશન કરવા પાછળ ખાસ કારણ છે. 


આ પણ વાંચો : નવરાત્રિનો પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં ભક્તો પહોંચ્યા, પણ નારિયેળ-ચુંદડી નહિ ચઢાવી શકે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્તપર્ણીનું મહત્વ 
સપ્તપર્ણીનું રાસાયણિક નામ એલ્સટોનિયા સ્કોલારિસ છે. તેના પ્રત્યેક ગુચ્છમાં સાત પર્ણો આવે છે. જેને કારણે તેને સપ્તપર્ણી કહેવાય છે. આ વૃક્ષના ફૂલોની સુગંધ વાતાવરણમાં એવી રીતે પ્રસરે છે કે, ત્યાંથી પસાર થનાર તમામને તેનો અહેસાસ થાય છે. વળી સપ્તપર્ણીના ફૂલનો ઉપયોગ માત્ર પૂજા અર્ચના માટે જ નહિ, પરંતુ અનેક રીતે કરવામાં આવે છે. જેમકે આયુર્વેદમાં પણ વૃક્ષના પાંદડા, છાલ અને ફૂલનો ઉપયોગ કરીને અનેક ઔષધિઓ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ચામડીના રોગમાં તેમજ શરીરના આંતરિક અવયવો માટે કરવામાં આવે છે.


આ પણ વાંચો : પેટાચૂંટણીમાં કાંટે કી ટક્કર, ભાજપ-કોંગ્રેસના આ ધુરંધરો સામસામે ટકરાશે 


સપ્તપર્ણીનો સારવારમાં ઉપયોગ 


  • આદિવાસીઓનું માનવું છે કે જો પ્રસૂતિ પછી છાલનો રસ માતાને આપવામાં આવે તો દૂધનું પ્રમાણ વધે છે. 

  • તેની છાલનો ઉકાળો પીવાથી શરીરના દર્દ અને તાવમાં રાહત મળે છે.

  • સપ્તપર્ણીની છાલનો રસ દાદર, ખંજવાળ અને ખંજવાળમાં રાહત આપવા માટે પણ વપરાય છે. છાલનો રસ સિવાય તેના પાંદડાઓનો રસ ખંજવાળ, દાદ, ખંજવાળ વગેરેને નાબુદ કરવા માટે પણ ખૂબ અસરકારક છે.

  • ઉપરાંત શરદી અને તાવ આવે એ સમયે સપ્તપર્ણીની છાલ, ગિલોયની દાંડી અને લીમડાના આંતરિક છાલનો ઉકાળો પીસીને દર્દીને આપવાથી તાત્કાલિક રાહત મળે છે.

  • આ સિવાય ઝાડાની ફરિયાદ માટે સપ્તપર્ણીની છાલનો ઉકાળો દર્દીને આપવો જોઈએ, જેનાથી ઝાડા તરત જ બંધ થઈ જાય છે. ઉકાળાનું પ્રમાણ ૩ થી ૬ મિલી હોવું જોઈએ અને દર

  • ચાર કલાકે ઓછામાં ઓછું ત્રણ વખત આપવું જોઈએ.


આ પણ વાંચો :  સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા હોવ તો ખાસ જાણી લો આ સમાચાર 


ગાર્ડન વિભાગના અધિકારી ડો. એસ.જી.ગૌતમે કહ્યું કે, ખાસ કરીને સુરતના રાંદેર રોડ પર, એલ.પી.સવાણી રોડ પર, કતારગામમાં ડભોલી રોડ પર તેમજ અમરોલી વિસ્તારમાં પણ આ સુગંધી વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર સુધી વૃક્ષો વધુ ફૂલ રહે છે. વળી તે મેડિકલ ક્ષેત્રમાં પણ વિશેષતા ધરાવે છે. આ વૃક્ષ એવરગ્રીન વૃક્ષો છે અને પૂર, વાવાઝોડું વગેરે આફતોમાં પણ તેને અસર થતી નથી. આ વૃક્ષનો વિકાસ ખૂબ જ ઝડપી છે. આ વૃક્ષના ફૂલોનો આયુર્વેદિક દવાઓ માટે તેનો ઉપયોગ કરાય છે. આદિવાસી વિસ્તારોમાં આ વૃક્ષોના ફુલનું દૂધ પ્રસુતિત મહિલાને આપવામાં આવે છે.