અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ

વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડએ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા.

Updated By: Oct 3, 2019, 04:54 PM IST
અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર(Callcenter) ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે(Police) બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકો(american citizen)ને કોલ કરી પેડએ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા.

પોલીસ ગિરફ્ત આવેલા શખ્સોના નામ વિવેકસિંહ ચૌહાણ અને અઝહર એહમદભાઈ સૈયદ છે. નાઈટ પેટ્રોલિંગમાં પોલીસે ગાડીમાંથી ગેરકાયદેસર કોલસેન્ટર ઝડપી લીધુ છે. નવરાત્રિને લઇ વેજલપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વસ્ત્રાપુર  ક્રોસિંગ પાસે આવેલી દેસાઈપાર્ક સોસાયટી પાસે કાળા કલરની ગાડીમાં એક શખ્સ ગેરકાયદે કોલસેન્ટરની પ્રવૃતિ કરે છે તેવી માહિતીના આધારે ત્યાં જઈ તપાસ કરતા કારમાં બેઠેલા વિવેકસિહ ચૌહાણની ધરપકડ કરી હતી.

Video : ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાએ રસ્તા વચ્ચે કરી નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી

આરોપીની વિવેકસિંહનો મોબાઈલ તપાસ કરતા તેમાંથી કોલસેન્ટરનો ડેટા મળી આવ્યો હતો. તેમજ જીમેઈલ એકાઉન્ટ તપાસ કરતા પોલીસ પુછપરછ કરી રહી હતી ત્યારે પ્રિ-એપ્રુવ્ડ લોન આપવાના બહાને અમેરિકન નાગરિકોને બેન્કના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા હતા. પોલીસે વોટ્સએપ કોલ સ્પીકર ફોનથી સાંભળતા મામલો બહાર આવ્યો હતો પોલીસ તેની પુછપરછ કરી રહી હતી ત્યારે તેના મોબાઈલમાં વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો. 

ડો.એચ.એલ. ત્રિવેદીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, પત્નીએ મુખાગ્નિ આપી, હાજર સૌ રડી પડ્યા...

પોલીસે સ્પીકર ફોન કરાવી વાત સાંભળતા કોલસેન્ટરનો ડેટા માંગ્યો હતો. ડેટા માંગનાર શખ્સે લાલદરવાજા પાસે વિવેકસિંહને બોલવતા પોલીસ તેને લઇ ત્યાં પહોંચી હતી અને ડેટા લેવા આવતા જ તે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેનું નામ પૂછતાં અઝહર એહમદભાઈ સૈયદ જણવ્યું હતું. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. 

પોલીસે અઝહરની પુછપરછ કરતા વિવેક પાસેથી પેડ-એ લોનનો ડેટા મેળવી અને ગુજરાત અને ગુજરાત બહાર ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા લોકોને વેચી તેમની પાસેથી વોલમાર્ટ ગિફ્ટના કાર્ડ નંબર લઇ ડોલરને રૂપિયામાં ફેરવી દેતા હતા. આરોપી વિવેકસિંહ અમેરિકન નાગરિકો સાથે સ્કાઇપ સોફ્ટવેરથી ફોન દ્વારા વાતચીત કરી પેડ-એ લોન આપવાના બહાને વેસ્ટર્ન યુનિયનમાં પ્રોસેસિંગ ફીના 30 ડોલર જમા કરાવતો હતો. 

લીલા દુકાળને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડીના પાકને અંદાજે 60 કરોડનું નુકશાન

નાગરિકોના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા અને લોન એપ્રુવલનો ખોટો મેલ કરતો હતો. પોલીસે હાલ ક્યાં-ક્યાં કોલસેન્ટરના માલિકોને ડેટા આપ્યો છે તેની પુછપરછ શરૂ કરી છે. પોલીસની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, પોલીસને શંકા ન જાય એ માટેથી ફોરવ્હીલ કારનો ઉપયોગ કરતા હતા.

જુઓ LIVE TV :