પતંગો ચગાવવાની છોડીને આ 2 યુવાનોએ સેવાનું એવું કામ કર્યું કે, તમે માથુ ખંજવાળતા રહી જશો

 ઉતરાણનો તહેવાર આવે એટલે ઘાતક દોરીથી વાહન ચાલકો અને પક્ષીઓ ઘાયલ થાય તેવા કિસ્સા જોવા મળે છે. પરંતુ આ માટે દરેકે સેફ્ટી રાખવી બહુ જ જરૂરી છે. અમદાવાદ અને નડિયાદમાં બે શખ્સો એવા છે જેઓએ આ ઊત્તરાયણ પર લોકો અને પક્ષીઓને બચાવવા માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. 

પતંગો ચગાવવાની છોડીને આ 2 યુવાનોએ સેવાનું એવું કામ કર્યું કે, તમે માથુ ખંજવાળતા રહી જશો

મૌલિક ધામેચા/યોગીન દરજી/ગુજરાત : ઉતરાણનો તહેવાર આવે એટલે ઘાતક દોરીથી વાહન ચાલકો અને પક્ષીઓ ઘાયલ થાય તેવા કિસ્સા જોવા મળે છે. પરંતુ આ માટે દરેકે સેફ્ટી રાખવી બહુ જ જરૂરી છે. અમદાવાદ અને નડિયાદમાં બે શખ્સો એવા છે જેઓએ આ ઊત્તરાયણ પર લોકો અને પક્ષીઓને બચાવવા માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. 

પક્ષીઓનાં જીવ બચાવશે બર્ડ રેસ્ક્યુ હેક્ઝાકોપ્ટર                      
અમદાવાદનાં  શાહપુર વિસ્તારમાં એરકન્ડીશન રીપેરીંગનું કામ કરી જીવન ગુજારતા એક યુવકે ઘાયલ પક્ષીઓની મદદી માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેણે ઇનોવેટિવ ડ્રોન બનાવ્યું છે. અગાઉ છેલ્લા 1૦ વર્ષથી અમદાવાદનાં અલગ અલગ બ્રીજ પર તારની વાડ કરી સંખ્યાબંધ વ્યક્તિઓને દોરી વાગતી પણ તેમને બચાવી છે. ત્યારે પ્રથમ વખત બર્ડ રેસ્ક્યુ માટે અનોખું ડ્રોન બનાવ્યું છે. આ ડ્રોન બનાવનાર મનોજ ભાવસારનું કહેવું છે કે, પોતાની છ માસની અવિરત મહેનતને કારણે હવે આ ડ્રોન આખરે પક્ષીઓના જીવ બચાવવા સક્ષમ બન્યું છે. જેના વાયરો કે કેબલની દોરીમાં ફસાયેલ પક્ષીઓને ડ્રોનથી સલામત નીચે ઉતારી તેમનો બચાવ પણ ડ્રોન દ્વારા કરવામાં આવશે. દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. GPS સિસ્ટમથી સજ્જ બર્ડ રેસ્ક્યૂ હેકઝાકોપ્ટર ડ્રોન ખાસ પક્ષીઓના રેસક્યૂ માટે ડેવલપ કરવામાં આ‌વ્યું છે. એટલું જ નહિ 200 ફૂટ ઉપર ઊંચી ઇમારતના કેબલ પરથી પણ આ ડ્રોન ઘાયલ પક્ષીને સલામત રીતે જમીન પર લઇ આવશે. ડ્રોન સાથે જોડાયેલા હીટિંગ વાયરને કારણે પક્ષી જે દોરામાં ફસાયું હશે તેને સહેલાઇથી કાપી નાખવામાં આવશે અને માત્ર 3થી4 મિનિટમાં જ આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી શકાય તેવી સજ્જતા ડ્રોનમાં છે. પશુ પક્ષીઓને બચાવવા જરૂરી સમયે ફાયરની રેસ્ક્યુની ટીમ પણ મનોજ ભાવસારની મદદ માંગે છે. જોકે આ વર્ષે મનોજભાઈએ ટેકનોલોજીનાં સહારે પોતાનો સંપર્ક શહેરીજનો કરી શકે તે માટે વેબસાઈટ પણ બનાવી છે.

NAdiad.jpg

નડિયાદના વેપારીનું સુરક્ષા માટે સળિયો લગાવવાનું અભિયાન
ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી અનેક બાઈક ચાલકો ઘાયલ થવાના બનાવો બનતા હોય છે અને ઘણી વખત કેટલાક બાઈક ચાલકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે નડિયાદમાં મોબાઈલના વેપારીએ બાઈક ચાલકોની સુરક્ષા માટે સળિયો લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે. યતીનભાઈ પોતાની દુકાને આવતા ગ્રાહકોની બાઈક પર વિના મૂલ્યે સળિયો લગાવી આપે છે. તેઓ રોજના 100 જેટલા ગ્રાહકોને વાહનોમાં સળિયા લગાવી આપે છે. તો ગ્રાહકો પણ તેમના આ કામની પ્રશંસા કરે છે. યતીનભાઈ નડિયાદના ઘોડીયા બજારમાં મોબાઈલની દુકાન ચલાવે છે. તેમનું માનવુ છે કે, આ તહેવારમાં ઘાતક દોરીથી અનેક લોકો ઘાયલ થતા હોય છે. જેના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે માત્ર રૂ.40ની કિંમતનું આ દોરી ગાર્ડ લોકોના જીવ બચાવી શકે છે. જેથી તેઓએ રોજના 100 જેટલા વાહનોમાં આ ગાર્ડ ફ્રીમાં ફીટીંગ કરાવી રહ્યા છે. 

આ વિશે તેમણે કહ્યું કે, આ પ્રકારે આ સળીયો લગાવાથી લોકોનો જીવ બચતો હોય તો, અમે નડિયાદના લોકો માટે એટલું કરવા તૈયાર છીએ. હું લોકો થકી જ રૂપિયા કમાઉ છું, તો થોડું વળતર તેઓને પાછુ આપીયે છે. આ પ્રકારે સમાજની સેવા પણ થાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news