)
કાઠમંડુઃ નેપાળમાં હાલ અરાજક્તાનો માહોલ છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર આ દેશમાં યુવાનોની લડાઈએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. નેતાઓ દેશ છોડીને ભાગી ગયા છે, પણ આંદોલનકારીઓ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા...ગુજરાતમાંથી નેપાળ ગયેલા અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયેલા છે જેમને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે...કોણ છે ફસાયેલું?...જુઓ આ અહેવાલમાં...
નેપાળમાં અરાજકતાનો માહોલ છવાયેલો છે...જન ઝેડ આંદોલન ઉગ્ર બન્યું છે...પીએમ કે.પી. શર્મા ઓલી સહિત મંત્રીમંડળના રાજીનામા પછી પણ હિંસા યથાવત્ છે... 22થી વધુ લોકોના મોત, સેનાએ કમાન સંભાળી, પણ યુવાઓ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા...
આ અરાજકતામાં ભારતીયો સહિત અનેક ગુજરાતી યાત્રિકો ફસાઈ ગયા છે...અમદાવાદના 23, ભાવનગરના 43 અને અરવલ્લીના એક પરિવાર ત્યાં અટવાયેલો છે...કાઠમંડુ એરપોર્ટ બંધ, ફ્લાઈટ્સ કેન્સલ, 400થી વધુ ભારતીયો મદદ માગી રહ્યા છે...
અમદાવાદના 23, ભાવનગરના 43, અરવલ્લીનો એક પરિવાર ફસાયો
કાઠમંડુ એરપોર્ટ બંધ, ફ્લાઈટ્સ કેન્સલ
400થી વધુ ભારતીયો મદદ માગી રહ્યા છે
ભાવનગરના 43 યાત્રિકો અને અરવલ્લી જિલ્લા પંચાયત સભ્ય વીણાબેન ખરાડી પરિવાર સ્થાનિક તંત્રના સંપર્કમાં. ટૂર ઓપરેટરો સરકાર પાસે મદદ માંગે છે, વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે...અને તમામને પરત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે...
નેપાળ સેના અને ભારત સરકાર સંપર્કમાં છે.. કાઠમંડુમાં કર્ફ્યુ અને હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે વિશેષ પગલાં લેવાયા છે...પરંતુ શું આ અરાજકતા ટૂંક સમયમાં શાંત થશે?