નર્મદાના 23 દરવાજા ખોલાયા, એક દરવાજામાં છે 150 હાથીની શક્તિ, જાણો કઇ રીતે કરે છે કામ?

ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 9 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા નદીના ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. 23 ગેટમાંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે. સતત વધી રહેલી જળ સપાટીના પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદાના 23 દરવાજા ખોલાયા, એક દરવાજામાં છે 150 હાથીની શક્તિ, જાણો કઇ રીતે કરે છે કામ?

નર્મદા : ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 9 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા નદીના ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. 23 ગેટમાંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે. સતત વધી રહેલી જળ સપાટીના પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ડૉ.રાજીવ ગુપ્તા દ્વારા અપાયેલી માહિતી અનુસાર સરદાર સરોવરનાં 30 રેડિઅડ દરવાજા છે. જેનું વજન 450 ટન કરતા પણ વધારે છે. એટલે કે 150 હાથીઓનું વજન એકત્ર કરી તેટલું વજન એક દરવાજાનું થાય છે. સરદાર સરોવરની ડેમની નીક પર 4500 હાથી બેઠા હોય છે. જેની વોટર ડિસ્ચાર્જ કેપિસીટી 30 લાખ ક્યુસેક છે. 

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા થોડા સમયતી સતત વધારો તઇ રહ્યો છે. ઉપરવાસમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાને કારણે સપાટીમાં વધારો થાય છે. રિવરબેડ પાવરહાઉસના પાંચ ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાદા નદી ફરી બે કાંઠે વહેતી થઇ છે. જેના પગલે ગરુડેશ્વર વિયર કમ કોઝવે છલકાઇ ગયો હતો. ત્યાર બાદ નર્મદાના નદી કાંઠાના ગામમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા હતા. નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 40 પગથીયા પાણીમાં ગરકાવ થયો છે. વિપુલ પ્રમાણમાં બે કાંઠે વહેતી નર્મદાને પગલે નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. 

સિઝનમાં પહેલીવાર ગરૂડેશ્વર વિયર છલકાયો છે. જ્યારે જૂન મહિનામાં ચોમાસા પહેલા સરદાર સરોવર ડેમને ખાલી કરવાનો હોવાથી 6 ટર્બાઇન શરૂ કરીને 50 હજારથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તે સમયે પણ ગરૂડેશ્વર વિયર છલકાઇ ગયો હતો. ડેમમાં પાણીની સારી એવી આવક થતા વર્ષ દરમિયાન ગુજરાતને તેમાંથી પુરતુ પાણી મળતું રહેશે અને ખેડૂતોને પણ ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news