સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર 23 વર્ષિય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી, કોર્ટે આપ્યો આદેશ
સુરતના ચકચારી કેસમાં કોર્ટે મોટો આદેશ કર્યો છે. 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર મહિલા શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી છે. કોર્ટની મંજૂરી બાદ આજથી એબોર્શનની પ્રક્રિયા શરૂ થશે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. આ કેસની સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચર્ચા થઈ હતી. 23 વર્ષીય શિક્ષિકા અને વિદ્યાર્થી મળી આવ્યા બાદ પોલીસે જ્યારે મેડિકલ તપાસ કરાવી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હવે આ કેસમાં શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી, જેની અરજી મંજૂર કરવામાં આવી છે. આજથી આ મહિલાના ગર્ભપાતની પ્રક્રિયા શરૂ થશે.
કોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી
પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર 23 વર્ષીય શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થી ભાગી ગયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આ બંને શામળાજી બોર્ડર પાસે મળી આવ્યા હતા. ત્યારબાદ મેડિકલ ટેસ્ટમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ મહિલાના પેટમાં કોનો ગર્ભ છે તે માટે ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ હવે કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપી છે. હવે કોર્ટે હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ટને તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાતની મંજૂરી આપી છે.
શું હતી ઘટના?
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં 11 વર્ષના કિશોરનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાય હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 11 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી.
આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસના હાથે એક સીસીટીવી પણ લાગ્યા હતા. જેમાં વિદ્યાર્થી શિક્ષિકા માનસી સાથે જતો હોવાનું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત શિક્ષિકા દ્વારા એક દુકાન પરથી કોઈ વસ્તુ ખરીદી તેનું રોકડમાં પેમેન્ટ કર્યું હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા.
ગુજરાત આવતા જ શિક્ષિકાને પકડી લેવાઈ
પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ત્યારે પોલીસને એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે