)
અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સમાજે કુરિવાજોને તીલાજલી આપી સમાજનું નવું બંધારણ ઘડ્યું છે. બનાસકાંઠાના 24 ઝલા આંજણા ચૌધરી સમાજ દ્વારા આજે સમાજમાંથી કુરિવાજોની તીલાજલી આપવા પાલનપુરમાં સમાજનું એક સંમેલન યોજાયું હતું. સમાજના હજારો લોકોની ઉપસ્થિતિમાં સમાજમાં ચાલતા 34 જેટલા કુરિવાજોને તિલાંજલિ અપાઇ છે. સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનો ઉદ્ધાર થાય તેને લઈ આ નિર્ણય કરાયો છે. જો કે માં અર્બુદાની સાક્ષીએ સમાજના તમામ લોકોએ આ નિર્ણયને વધાવ્યો છે..
રાજ્યના સરહદી બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક સમાજ પોતાના સામાજિક ઉધ્ધાર માટે આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના 24 ઝલા આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજનું નવું બંધારણ તૈયાર કરી સમાજમાં ચાલતા કુરિવાજોને તીલાંજલિ અપાઇ છે પાલનપુરના રામપુરા ચોકડી નજીક આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટ માં આજે 24 ઝલા ચૌધરી આંજણા સમાજનું એક સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં ચૌધરી આંજણા સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો દ્વારા સમાજનું નવું ઘડાયેલું બંધારણ રજૂ કરવામાં આવ્યું. જેમાં સમાજમાં ચાલતા કુરિવાજોને તીલાંજલિ આપતા સમાજના લોકો દ્વારા ઘરે લગ્ન પ્રસંગ અથવા શુભ પ્રસંગએ થતા ખોટા ખર્ચા અટકાવવા સમાજના સમૂહ પ્રસંગોમાં ઉજવણી કરવા નિર્ણય કર્યો છે, દેખાદેખી ના જમાનામાં લગ્ન પ્રસંગ દરમિયાન દીકરી કે વહુને ચડાવવામાં આવતા સોના ચાંદીના ઘરેણામાં 5-7 તોલા ઘરેણા જ ચડાવવા નિર્ણય કરાયો છે.
તો સાથે જ સમાજમાંથી વ્યસન નાબૂદ કરવા સમાજના પ્રસંગોમાં કે લગ્ન કે શુભ પ્રસંગે બીડી સિગરેટ કે વ્યસનવાળી ચીજ વસ્તુઓનું ઉપયોગ ન કરવા નિર્ણય કરાયો છે. સાથે જ આ તમામ કુરિવાજોની તીલાંજલી અપાયા બાદ બચતો ખર્ચ સમાજના શિક્ષણ પાછળ વાપરવા સમાજના લોકો દ્વારા નિર્ણય કરાયો છે.
જોકે માં અર્બુદા ની સાક્ષી એકત્રિત થયેલા સમાજના હજારો લોકોએ એક સાથે આ કુરિવાજોની તીલાંજલિ આપી સમાજના ઉધ્ધારમાટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે જોકે આ બંધારણનો ભંગ કરનારા લોકો સામે પગલાં લેવા માટે પણ સમાજના લોકો દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જે કમિટી દ્વારા જો કોઈ સમાજનો વ્યક્તિ આ બંધારણનો ભંગ કરશે તો કમિટી તેમની સામે પગલા પણ લેશે.