કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પાલિકાની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરીને વાઘોડીયા પાસેની જમીન જોવા માટે બોલવ્યા હતા. જો કે ત્યાં 7 કલાક ગોધી રાખીને કઢંગી હાલતમા ફોટા પાડ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખની ખંડણી માંગી હતી. આશખ્સોએ બિલ્ડરની ચેઇન, રોકડ અને મોબાઇલ સહિત 73 હજારની મતા પડાવી લીધી હતી. બિલ્ડરે ફરિયાદ દાખલ કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વડોદરાના 2 શખ્સોની ધરપકડ કરી હતી. 

Updated By: Jun 13, 2021, 11:34 PM IST
કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

વડોદરા : પાલિકાની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરીને વાઘોડીયા પાસેની જમીન જોવા માટે બોલવ્યા હતા. જો કે ત્યાં 7 કલાક ગોધી રાખીને કઢંગી હાલતમા ફોટા પાડ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખની ખંડણી માંગી હતી. આશખ્સોએ બિલ્ડરની ચેઇન, રોકડ અને મોબાઇલ સહિત 73 હજારની મતા પડાવી લીધી હતી. બિલ્ડરે ફરિયાદ દાખલ કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વડોદરાના 2 શખ્સોની ધરપકડ કરી હતી. 

કારેલીબાગમાં રહેતા અને હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર અને જમીન દલાલ કમ બિલ્ડરે વાગોડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી કે, 10 તારીખે મોબાઇલ ફોનમાં બ્લયૂડ ગે ક્લબ હાઉસ ફોર એન્ડ્રોઇડ એપ્લિકેશન ભુલથી ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ અણખોલમાં રોડ ટચ જમીન વ્યાજબી ભાવે વેચવી હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ જમીન જોવા માટે ગયા હતા. 

જો કે સ્કુટર પર આવેલા યુવકે રસ્તો ખરાબ હોવાનું કહીને તેમને સ્કુટર પર બેસાડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ 2 છોકરા આવ્યા હતા. બંન્નેએ બિલ્ડરને ખેતરમાંથી 2 ગાય ચોરાઇ છે અને તમે ચોર છો ચોરી કરવા આવ્યા છો તેમ કહીને ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં તેની સોનાની ચેઇન, બ્લુટૂથ મોબાઇલ અને 8 હજાર રૂપિયા રોકડા પડાવી લીધા હતા. ત્યાર બાદ 1 લાખની માંગ કરી હતી. 

જો કે વધારે પૈસા નહી હોવાનું કહેતા તેના કપડા કાઢીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યાર બાદ કઢંગી હાલતમાં તસ્વીરો પણ પાડી લીધી હતી. ત્યાર બાદ કઢંગી હાલતના ફોટા પાડી 12 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જો ઓનલાઇન પાસવર્ડ ખોટો નાખતા એકાઉન્ડ બ્લોક થઇ ગયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube