અમદાવાદના આ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ તલવારથી મચાવ્યો આતંક! કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ
Ahmedabad Firing: બાઇક હટાવવા જેવી નાની બાબતે સામાન્ય ઝગડા થતા હોવાનું સામે આવતું હોય છે. જોકે નારોલમાં બાઇક હટાવવા મામલે ફાયરિંગની ઘટના સામે આવી છે. જે ઘટનાના પોલીસ ફરિયાદ થતા પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તો બેની શોધખોળ ચાલુ છે.
Trending Photos
દર્શલ રાવલ/અમદાવાદ: પોલીસ ગિરફતમાં રહેલ મોહમ્મદ અકરમ ઉર્ફે શેરુ અન્સારી અને નુરુદિન ઉર્ફે સાહિલ કુરેશી જે બંનેની પોલીસે ફાયરિંગના ગુનામાં ધરપકડ કરી છે. જે ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા છે.
નારોલ પોલીસમાં શાહબાઝ ખાન પઠાણે ફરિયાદ આપી હતી કે 19 જૂને રાતે બાગે કૌશર વિસ્તારમાં અડચણરૂપ બાઇક હટાવવા માટે અકરમ ઉર્ફે શેરૂ સાથે બાઇક હટાવવા મામલે બોલાચાલી અને ઝગડો થયો હતો. જેની અદાવત રાખી 20 જૂને રાતે શેરુ તેના ભાઈ સોહિલ અને મિત્રો સાથે હથિયાર લઈ પહોંચ્યો અને બોલાચાલી ઝગડો કરી ફાયરિંગ કર્યું. જેની ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી. જ્યાં ઝોન 6 પોલીસે કાર્યવાહી કરી અને શેરુ અને સાહિલ ને ઝડપી પાડયા. જોકે ઇમરાન અને ફાયરિંગ કરનાર સોહિલ ફરાર છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ખોફ જમાવવા હવામા ફાયરિંગ કરવાના કારણે કોઈ ઘાયલ નથી. પણ આરોપીઓએ ફાયરિંગ કરીને વાહન માં તોડફોડ કરી. જે સમગ્ર ગુનામાં ઝોન 6 LCB એ બંન્ને આરોપીની ધરપકડ કરીને નારોલ પોલીસને તપાસ માટે સોંપ્યા છે. જ્યાં આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ, એક તમંચો અને 7 જીવતા કાર્ટુસ પણ કબજે કર્યા છે. તો શેરુ સામે ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. જ્યાં પોલીસ હજુ વધુ પુરાવા એકઠા કરવા તેમજ ફરાર મુખ્ય આરોપી ને ઝડપવામાં લાગી છે.
હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસે દેશી તમંચો અને પિસ્તોલ અને કાર્ટુસ ક્યાંથી આવ્યા. કોની પાસેથી ખરીદી કરી હતી. તે હથિયારનો અન્ય ક્યાંય ઉપયોગ થયો છે કે કેમ. આ તમામ બાબતોની પોલીસ ખરાઈ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે