નસીબ ખરાબ..કે ચોઘડીયું ખરાબ...! પુત્રને પરણાવવા નિકળેલો પરિવાર બન્યો કાળનો કોળિયો

પુત્રવધૂને ઘરે લાવવાનો હૈયામાં હરખ અને પુત્રને પરણાવવા નીકળેલા માતા-પિતા સહિત કોને ખબર હતી કે રસ્તામાં જ તેમના સપના ચકનાચૂર થઈ જશે? પુત્રને પરણાવી પુત્રવધૂને લઈ તો આવ્યા પણ ઘરે પહોંચી સ્વાગત કરે તે પહેલા જ માથેથી વડીલોનો હાથ છૂટી ગયો. મંગળવાર જાનૈયાઓ માટે અમંગળ સાબિત થયો.. કોના નસીબ ખરાબ..કે કયું ચોઘડિયું ખરાબ..! એ તો ઇશ્વર જ જાણે...!!! 

નસીબ ખરાબ..કે ચોઘડીયું ખરાબ...! પુત્રને પરણાવવા નિકળેલો પરિવાર બન્યો કાળનો કોળિયો

અમદાવાદ: પુત્રવધૂને ઘરે લાવવાનો હૈયામાં હરખ અને પુત્રને પરણાવવા નીકળેલા માતા-પિતા સહિત કોને ખબર હતી કે રસ્તામાં જ તેમના સપના ચકનાચૂર થઈ જશે? પુત્રને પરણાવી પુત્રવધૂને લઈ તો આવ્યા પણ ઘરે પહોંચી સ્વાગત કરે તે પહેલા જ માથેથી વડીલોનો હાથ છૂટી ગયો. મંગળવાર જાનૈયાઓ માટે અમંગળ સાબિત થયો.. કોના નસીબ ખરાબ..કે કયું ચોઘડિયું ખરાબ..! એ તો ઇશ્વર જ જાણે...!!! પણ આ તમામ વચ્ચે જાનૈયાઓનો હર્ષોલ્લાસ માતમમાં છવાઇ ગયો. બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક 25 ફૂટ ઉંડા નાળામાં ખાબકી અને હર્ષની હેલી માતમમાં ફેરવાઈ ગઈ. 30 જેટલા જાનૈયા ટ્રકની નીચે ચગદાઈ કાળનો કોળિયો બન્યા અને અનેક જાનૈયાઓ ઈજાગ્રસ્ત થઈ ઘરની જગ્યાએ હોસ્પિટલમાં પહોંચી ગયા.

અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે જ્યાં જૂઓ ત્યાં મૃતદેહના ઢગલા થઇ ગયા હતા. સમગ્ર વાતાવરણમાં ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં પોલીસ તંત્ર તો દોડી આવ્યુ પરંતુ રંઘોળા ગામના લોકો પણ આ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા. 108ની એક સાથે પાંચ ગાડીઓ સ્થળ પર દોડી આવી અને ઈજાગ્રસ્તોને સારવાર આપવાના વધુમાં વધુ પ્રયાસ હાથ ધર્યાં, પરંતુ તેમ છતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, વરના માતા-પિતા, સગી બહેન દાદી સહિત અનેક કાળનો કોળિયો બની ગયા.

પાલિતાણાના અનિડા ગામેથી નીકળી ટાટમ ગામે જતાં કરુણાંતિકા બની હતી. સમગ્ર ઘટના પર પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ અને સીએમ કાર્યાલયે પણ નજર રાખી, તાત્કાલિક યુદ્ધના ધોરણે અને યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા. આ કામગીરી તો યોગ્ય થશે પરંતુ વરરાજા અને નવવધૂના નવજીવનના સ્વપ્નોમાં પ્રવેશેલો કાળ તેમના આગામી જીવનમાં ભયાવહ યાદને કેવી રીતે ભૂલશે તે એક સવાલ ચોક્કસથી ઉભો થાય છે. 

છેલ્લી ઘડીએ વરરાજાએ ગાડી મંગાવી
સિંહોર તાલુકાના અનિડા ગામેથી જાન લઇને નિકળેલા વરરાજાની જાન ટાટમ જવાને હતી. જોગાનુજોગ એવું બન્યું હતું કે વરરાજા પણ ટ્રકમાં જ જવાના હતા પરંતુ તેણે છેલ્લી ઘડીએ કાર મગાવી દીધી હતી. 

વરરાજાને અકસ્માતથી અજાણ
કોળી પરિવારની જાનની ટ્રક ટાટમ ગામે જઇ રહી હતી ત્યારે બોટાદના રંઘોળા ગામ નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ઉંધી વળી ગઇ હતી. ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઇ ગયો હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં 27થી વધુના મોત થયા છે. 27થી વધુ જાનૈયાના મોત બાદ પણ ટાટમ ગામે લગ્નવિધિ ચાલુ છે. અકસ્માતમાં વરરાજાના માતા-પિતાના પણ મોત નીપજ્યા છે. વરરાજા વિજયને આ ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા છે.

ટાટમ ગામે કોળી પરિવારની બે દિકરીઓના લગ્ન થઇ રહ્યા છે. જેમાં એક જામ બોટાદના શિયાનગરથી અને બીજી જાન પાલિતાણાના અનીડા ગામેથી આવી હતી. ટાટમ ગામે બન્ને વરરાજાના કન્યાપક્ષ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. લગ્નનો માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે. કન્યા પક્ષ દ્વારા જમવાનું પણ તૈયાર થઇ રહ્યું છે. પરંતુ છેલ્લી ઘડી સુધી વરરાજાને સમગ્ર ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news