ભાવનગરથી જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા એક વ્યક્તિ સહિત 3 ગુજરાતી ઘાયલ

Pahalgam Terrorist Attack: પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓએ ભારતની અસ્મિતાને પડકાર ફેંક્યો છે. પાકિસ્તાન પ્રાયોજિત હુમલાએ પ્રદેશની શાંતિ માટે ખતરો ઉભો કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હુમલો કરનારા 10થી વધુ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર પોતાની એસોલ્ટ રાઇફલોથી ગોળીબાર કર્યો.

ભાવનગરથી જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા એક વ્યક્તિ સહિત 3 ગુજરાતી ઘાયલ

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓએ ભારતની અસ્મિતાને પડકાર ફેંક્યો છે. પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કેટલાક કાયર આતંકવાદીઓએ સમગ્ર ક્ષેત્રની શાંતિ માટે ખતરો ઉભો કર્યો છે. પહેલગામ પર હુમલો કરનારા 10થી વધુ આતંકવાદીઓએ તેમની અત્યાધુનિક રાઇફલોમાંથી ગોળીઓ ચલાવીને નિઃશસ્ત્ર પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. 

આ આતંકી હુમલામાં 3 ગુજરાતી ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ગુજરાતથી જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયેલા ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા છે. 59 વર્ષના વિનોદભાઈ ડાભીની હાલ જમ્મુ કશ્મીરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય બે ગુજરાતી ઘાયલ થયા છે. જેમાં મોનિકા પટેલ, રેણું પાંડે ઘાયલ થયા છે જેમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કશ્મીર પહોચ્યા છે.

Add Zee News as a Preferred Source

વિનોદ ડાભીના પુત્ર સાથે ખાસ વાતચીત
આ આતંકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાવનગરના વિનોદ ડાભીના પુત્રએ Zee 24 કલાકને જણાવ્યું કે, ભાવનગરથી ટ્રેન મારફતે 16 એપ્રિલના રોજ 15 દિવસ ટુરમાં ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપની કથા ચાલતી હોવાથી ત્યાં થોડા દિવસ રોકવાના હતા અને ત્યાર બાદ વૈષ્ણોદેવી મંદિર થઈને રિટનમાં પંજાબ અને રાજસ્થાન થઈને 30 તારીખે ભાવનગર પરત ફરવાના હતા. આજરોજ તેઓ પહેલગામ ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક હુમલો થયો હતો. નોંધનીય છે કે, વિનોદભાઈ ડાભી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ટુરમાં ગયેલા હતા. આ ટુરમાં ભાવનગર અને પાલીતાણા કુલ 30 લોકો ગયેલા છે, જેમાં વિનોદભાઈ ડાભીના સિનિયર સિટીજનના ગ્રુપના 20 લોકો હતા. જેમાં પાલીતાણાના 6 લોકો સુરેન્દ્રનગરથી જમ્મુ ગયા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 22, 2025

જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 19 લોકોના નામ

  1. વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી
  2. લીલાબેન વિનુભાઈ ડાભી
  3. ધીરુભાઈ ડાયાભાઇ બારડ
  4. મંજુલાબેન ધીરુભાઈ બારડ
  5. મહાસુખભાઈ રાઠોડ
  6. પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ
  7. હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા
  8. ખુશી હરેશભાઈ વાઘેલા
  9. અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા
  10. યતિષભાઈ સુધીરભાઈ પરમાર
  11. સ્મિત યતિષભાઈ પરમાર
  12. કાજલબેન યતિષભાઈ પરમાર
  13. મંજુબેન હરજીભાઈ નાથાણી
  14. સાર્થક મનોજભાઈ નાથાણી
  15. હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી
  16. હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી
  17. ચંદુભાઈ જેરામભાઈ બારડ
  18. ચંદુભાઈ તુલસીભાઈ બારડ
  19. ગીતાબેન ચંદુભાઈ બારડ

આતંકીઓએ કર્ણાટકના મંજુનાથને મારી ગોળી
કર્ણાટકના શિવમોગા જિલ્લાના રહેવાસી મંજુનાથને ગોળી માર્યા પછી, એક આતંકવાદીએ કહ્યું કે, 'જાઓ અને મોદીને બતાવી દેજો'. પોતાની આપવીતી વર્ણવતા મૃતકની પત્નીએ કહ્યું કે, 'મારા પતિની હત્યા કર્યા પછી, હુમલાખોરે મને કહ્યું કે જઈને મોદીને આ વાત કહી દેજો.'

મારા પતિને મારી સામે મારી નાખ્યો અને કહ્યું - જાઓ મોદીને બતાવી દેજો
મંજુનાથ તેના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો હતો. તેમની પત્ની પલ્લવીએ તે ઘટનાના દ્રશ્યનું વર્ણન કરતા તેમના પતિના મૃતદેહને તાત્કાલિક હવાઈ માર્ગે લાવવાની અપીલ કરી છે. મૃતકની પત્ની પલ્લવીએ એમ પણ કહ્યું કે, તેનું નામ પૂછ્યા પછી આતંકવાદીએ કહ્યું કે, તે હિન્દુ છે અને પછી તેને ગોળી મારી દીધી.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલા બાદ સાઉદી અરબના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી અને તેમને આ મામલે મજબૂત પગલા ભરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રીએ ગૃહમંત્રીને ઘટનાસ્થળની મુલાકાત લેવાનું પણ કર્યુ છે. આ વચ્ચે અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ-કાશ્મીરના ડીજીપી અને સેનાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે અમિત શાહ જલ્દી પહેલગામની મુલાકાત લેશે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક મંગળવારે થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હતું અને અન્ય 12 ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ ઘોડા પર સવાર હતા. આ હુમલામાં કેટલાક ઘોડાઓ પણ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન TRFએ લીધી છે. આ એક આતંકવાદી સંગઠન છે જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news