કડીમાં 36 લાખની થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 4ની ધરપકડ

કડીમાં 36 લાખની થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 4ની ધરપકડ

મહેસાણાઃ  કડીમાં આખરે 36 લાખની કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં 4 આરોપીને 29 લાખ 95 હજાર 460 રોકડ,5 મોબાઈલ,ઈકો કાર સહિત કુલ 33 લાખ 33 હજાર 960 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તપાસમાં ખુલ્યું કે ઠાકોર અરવિંદજી ઉર્ફે ગડો તથા ભરતજી કાનાજી ઠાકોરે મળીને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે 4 શખ્સની ધરપકડ કરી પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

ક્યારે થઈ હતી લૂંટ
19 માર્ચના રોજ સાંજના સમયે કોટન ઈન્ડસ્ટ્રીના કર્મચારીઓ પૈસા આપવા માટે જતા હતા તે દરમિયાન ચાર વ્યક્તિઓ કારમાં આવ્યા હતા. તેઓએ આ કર્મચારીઓેને માર પણ માર્યો હતો. જેમાં કર્મચારીઓને નાની-મોટી ઈજા હતી. તેમને માર મારીને લૂંટારાઓ 35 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news