Corona Update: છેલ્લા 24 કલાકમાં આંકડો 400ને પાર, 30 લોકોના મૃત્યુ, 224 ડિસ્ચાર્જ


રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 30 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 3, આણંદ અને સુરતમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 888 પર પહોંચી ગયો છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં આંકડો 400ને પાર, 30 લોકોના મૃત્યુ, 224 ડિસ્ચાર્જ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ સામે આવ્યા છે. તો 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 310 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 224 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યભરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 14468 પર પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં 400ને પાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવની સંખ્યા 400ને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ 310 કેસ નોંધાયા છે. તો સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 7, પંચમહાલમાં 3, નર્મદામાં 3, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં બે-બે કેસ નોઁધાયા છે. 
તો રાજકોટ, મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદરમાં 1-1 કેસ સામે આવ્યો છે. 

રાજ્યમાં અત્યાર સુધી 888 દર્દીના મૃત્યુ
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 30 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 3, આણંદ અને સુરતમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 888 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી 14468 કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 888 લોકોના મૃત્યુ થયા છે. તો 6636 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 6944 છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10590 પર પહોંચી ગઈ છે. તો સુરતમાં 1351 અને વડોદરામાં 854 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 225 અને ભાવનગરમાં 117 કોરોના પોઝિટિવ છે. 

રાજ્યમાં અત્યાર સુધી 186361 ટેસ્ટ થયા
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1 લાખ 86 હજાર 361 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 14468 પોઝિટિવ અને 171893 નેગેટિવ છે. હાલ રાજ્યભરમાં 442597 લોકો કોરોન્ટાઈન હેઠળ છે. જેમાં 431046 હોમ કોરોન્ટાઇન હેઠળ છે. તો સરકારી ફેસિલીટીમાં 10789 અને ખાનગી ફેસિલીટીમાં 762 લોકો કોરોન્ટાઈન હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news