ખેડૂતો માટે સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય, ફતેહવાડી કેનાલમાં સિંચાઈ માટે છોડાયું પાણી

ફતેહવાડી કેનાલમાં સિંચાઈ માટે પાણી આપવાના મામલે  ZEE 24 કલાકના અહેવાલ બાદ અને ખેડૂતોની માગના પગલે વાસણા બેરેજમાંથી 450 ક્યુસેક પાણી ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવ્યુ છે.

ખેડૂતો માટે સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય, ફતેહવાડી કેનાલમાં સિંચાઈ માટે છોડાયું પાણી

અમદાવાદ અમિત રાજપૂત/અર્પણ કાયદાવાલા: ફતેહવાડી કેનાલમાં સિંચાઈ માટે પાણી આપવાના મામલે  ZEE 24 કલાકના અહેવાલ બાદ અને ખેડૂતોની માગના પગલે વાસણા બેરેજમાંથી 450 ક્યુસેક પાણી ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવ્યુ છે. આ માટે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાસણા બેરેજમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બાવળા, ધોળકા, દસક્રોઈના ખેડૂતો ફતેહવાડી કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવાની માગ કરી રહ્યા હતાં, પરંતુ હાલ 450 ક્યુસેક પાણી ફતેહવાડી કેનાલમાં છોડાયુ છે. આથી સાણંદ, ધોળકા, બાવળા અને દસક્રોઈ તાલુકાના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે.

અત્રે જણાવવાનું કે ખેડૂતોએ માગણી કરી હતી કે 20 માર્ચ સુધી 600 ક્યુસેક પાણી છોડવામાં આવે. ખેડૂતોને એવી ચિંતા સતાવી રહી હતી કે જો પુરતું પાણી નહીં મળે તો ડાંગરનો પાક નિષ્ફળ જશે. અમદાવાદમાં ફતેહવાડી સિંચાઈ યોજનાના વિરોધ મામલે 5 ખેડૂતો પાણીની માગણી સાથે ઉપવાસ પર ઉતર્યા હતાં. આ અંગે Zee 24 કલાક દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેનો પડઘો જોવા મળી રહ્યો છે.

ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવેલા આ  પાણીથી 14 હજાર હેક્ટરમાં ઊભા ડાંગરના પાકને જીવતદાન મળશે. ખેડૂતોએ આ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો. જો કે આમ થતાં ખેડૂતોનું કહેવું છે કે પ્રતિક ઉપવાસ તો તેઓ કરશે જ કારણ કે તેમને 650 ક્યુસેક પાણી જોઈએ છે.

પ્રતિક ઉપવાસ પર બેઠેલા ખેડૂતો

1. બળવંત સિંહ - આદરોળા,
2. રણજિત કોળી - કેસરડી
3. આત્મરામ પટેલ - ફાંગળી
4. વાડીલાલ ત્રિભોવનદાસ - ખીચા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news