)
Shocking revelation in ADR report: દેશમાં અનેક મોટી રાજકીય પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડ મળે છે. પરંતુ શું તમે જાણો છો ફંડની રેસમાં રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ પણ પાછળ નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ... કેમ કે ADR એટલે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ગુજરાતની 5 પાર્ટીના ફંડિગના આંકડાએ ચોંકાવ્યા છે. ત્યારે તેમને કેટલા રૂપિયાનું ફંડ મળ્યું? આ સવાલનો જવાબ મેળવીશું આ અહેવાલમાં...
આંકડો સાંભળીને ચોંકી ગયા ને... પરંતુ આ હકીકત છે. તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે દેશની મોટી રાજકીય પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડ મળે છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, એનસીપી, આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. જોકે ફંડિંગની રેસમાં હવે રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે... આ પાર્ટીઓ પર કોણ જાણે ક્યાંથી પણ પૈસાનો જોરદાર વરસાદ થયો છે અને તેમણે મોટી-મોટી પાર્ટીઓને કોરાણે મૂકી દીધી છે.

તેમના નામ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો... તેના પર નજર કરીએ તો ભારતીય રાષ્ટ્રીય જનતા પાર્ટીને ચૂંટણીમાં 11,496 મત મળ્યા અને તેણે 957 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીને ચૂંટણીમાં 9029 મત મળ્યા અને તેણે 608 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. સત્યવાદી રક્ષક પક્ષને ચૂંટણીમાં 1042 મત મળ્યા... અને તેણે 416 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. જન મેન પાર્ટીને ચૂંટણીમાં 480 મત મત મળ્યા... અને તેણે 134 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. સૌરાષ્ટ્ર જનતા પાર્ટીને ચૂંટણીમાં 140 મત મળ્યા.. અને તેણે 200 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે.
આ આંકડાઓનો ખુલાસો એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં થયો છે. જેમાં સામે આવ્યું કે જે પક્ષને રાજ્યમાં કોઈ ઓળખતું પણ નથી તેમને કરોડો રૂપિયાનું ફંડિગ મળ્યું છે. ત્યારે આ પાર્ટીઓને કોણે ફંડ આપ્યું? કોણે આ મોટી પાર્ટીઓને કોરાણે મૂકીને આવી પાર્ટીઓને ફંડ આપ્યું? આ એવા સવાલ છે જેનો જવાબ તો તે પાર્ટીના સંસ્થાપકો જ આપી શકે છે.