Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 524 કેસ, 28 મૃત્યુ, 418 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં આજ રોજ 524 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 418 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,97,870 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Updated By: Jun 17, 2020, 07:43 AM IST
Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 524 કેસ, 28 મૃત્યુ, 418 દર્દી ડિસ્ચાર્જ

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 524 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 418 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,97,870 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યમાં 28 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-21, સુરત, વડોદરા અને સાબરકાંઠામાં 2-2, પંચમહાલમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો:- Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,12,905 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,07,835 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 4,070 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 418 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

અમદાવાદ 235 સુરત 83 વડોદરા 62 સુરેન્દ્રનગર 08
વલસાડ 08 ભરૂચ 04 ખેડા 03 અરવલ્લી 02
ડાંગ 02 ગાંધીનગર 02 પંચમહાલ 02 પાટણ 02
જૂનાગઢ 01            

આજના રાજ્યમાં 524 નવા કેસ નોંધાયા

જિલ્લો કેસ
અમદાવાદ 332
સુરત 71
વડોદરા 41
ગાંધીનગર 22
રાજકોટ 10
ભરૂચ 6
પંચમહાલ 5
અરવલ્લી 4
અમરેલી 4
મહેસાણા 3
પાટણ 3
કચ્છ 3
જામનગર 3
સુરેન્દ્રનગર 3
બનાસકાંઠા 2
સાબરકાંઠા 2
આણંદ 2
ખેડા 2
ભાવનગર 1
બોટાદ 1
દ્વારકા 1
મોરબી 1
અન્ય 2
કુલ 524

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત

એક્ટિવ કેસ - - ડિસ્ચાર્જ મૃત્યુ
કુલ વેન્ટીલેટર સ્ટેબલ - -
6004 64 5940 17090 1534

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube