રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા, ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા


રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીટ સંકટ વચ્ચે ભાજપે પોતાના એક ડઝન જેટલા ધારાસભ્યોને ગુજરાતમાં ખસેડવાનો પ્લાન બનાવ્યો છે. આ ધારાસભ્યોને ખાનગી પ્લેનમાં જયપુરથી રવાના કરવામાં આવ્યા હતા.
 

  રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા, ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

ગીર સોમનાથઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીટ સંકટ વચ્ચે ભાજપે પોતાના એક ડઝન જેટલા ધારાસભ્યોને ગુજરાતમાં ખસેડવાનો પ્લાન બનાવ્યો છે. આ ધારાસભ્યોને ખાનગી પ્લેનમાં જયપુરથી રવાના કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના છ ધારાસભ્યો આજે સાંજે પોરબંદર પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના નેતાઓએ આ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. 

સોમનાથ દાદાના કર્યા દર્શન
પોરબંદર પહોંચ્યા બાદ કોંગ્રેસના છ ધારાસભ્યો નિર્મલ કુમાવત, ગોપીચંદ મીણા, જબ્બર સિંહ સાંખલા, ગુરદીપ શાહપિની, ધર્મેન્દ્ર કુમાર મોચી અને ગોપાલ લાલ શર્મા સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં દર્શન કર્યાં બાદ ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે, સબકૂછ સહી હૈ.

જયપુરથી ચાર્ટર વિમાન દ્વારા પોરબંદર પહોંચ્યા ધારાસભ્યો
આ પહેલા જયપુર એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, છ યાત્રીકોને લઈને એક ચાર્ટર વિમાન શનિવારે ગુજરાતના પોરબંદર માટે રવાના થયું છે. વિમાનમાં ભાજના ધારાસભ્ય નિર્મલ કુમાવત, ગોપીચંદ મીણા, જબ્બાર સિંહ સાંખલા, ધર્મેન્દ્ર મોચી અને ગુરદીપ શાહપીની હોવાની સૂચના છે. તો ભાજપના સૂત્રોએ કહ્યુ કે, બધા ધારાસભ્યો એક રિસોર્ટમાં રોકાશે અને સોમનાથ મંદિરમાં દર્શન કરશે. 

ધારાસભ્ય અશોક લાહોટી બોલ્યા- પોતાના મરજીથી તીર્થક્ષેત્ર પર ગયા છે ધારાસભ્યો
આ ધારાસભ્યોને જયપુર એરપોર્ટ સુધી મુકવા આવેલા ધારાસભ્ય અશોક લાહોટીએ કહ્યુ કે, તે લોકો પોતાની મરજીથી તીર્થક્ષેત્રથી ગયા છે. તેમણે આરોપ લગાવ્યો, પોલીસ અને તંત્ર, ભાજપના કેટલાક ધારાસભ્યોને પરેશાન કરી રહ્યાં છે.. ધારાસભ્યો સ્વચ્છાથી તીર્થક્ષેત્ર ગયા છે. તો ભાજપના પ્રદેશાધ્યક્ષ સતીષ પૂનિયાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યુ કે, બધા ધારાસભ્યોને જાણકારી છે કે જલદી ધારાસભ્ય દળની બેઠક થવાની છે, અને બધા તેમાં સામેલ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news