Surat Weather: 9 ઈંચ વરસાદથી સુરતની હાલત ખરાબ, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી, લોકો પરેશાન

Surat Rain: સુરતમાં સતત પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી પહોંચી ગયા છે. બીજીતરફ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

Surat Weather:  9 ઈંચ વરસાદથી સુરતની હાલત ખરાબ, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી, લોકો પરેશાન

સુરતઃ  સુરત શહેરમાં આભ ફાટ્યું છે. શહેરમાં 9 ઈંચ વરસાદ પડતાં બધી જગ્યાએ પાણી-પાણી થઈ ગયું છે. સુરત શહેરના અઠવા, વેસુ, પીપલોદ, અડાજણ, પાલ, ઉધના, પાંડેસરા, ડીંડોલી અને કતારગામ સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સુરતના રસ્તા ધોવાઈ ગયા. અવરિત વરરસાદને પગલે અઠવા સહિતના વિસ્તાર પાણી-પાણી થઈ ગયા હતા. અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી. તો રસ્તા નદી બની જતાં સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ...સતત વરસાદે સુરતની 'સૂરત' બગાડી નાખી  છે...સુરત ડૂબ્યું હોય તેવી સ્થિતિ છે. 

ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓ અટવાયા
ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા,,કેમ કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સમયસર પહોંચી ન શકતા વાલીઓ ભાવુક થયા. વાલીઓની માંગ છે કે અન્ય દિવસે પૂરક પરીક્ષા લેવામાં આવે...

— Zee 24 Kalak (@Zee24Kalak) June 23, 2025

સુરતના વરાછા રોડ પરના સુપર ડાયમંડ માર્કેટ પાણીથી તરબોળ થઈ ગયું...માર્કેટમાં આવેલી અંડર ગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના કતારગામના ઉદયનગરમાં પણ પાણી ભરાઈ ગયા,,જો કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા...ઉદયનગરમાં મોબાઈલની દુકાનમાં પાણી ભરાતા  દુકાનદારને મોટાપાયે નુકસાની ભોગવવી પડી છે.

કતારગામના કાસા મહોલ્લાના મુખ્ય રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે...પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે,,રિક્ષા બંધ થતાં રિક્ષાચાલકને ધક્કો મારવાનો વારો આવ્યો..પાણી ભરાઈ જતાં પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી પડી છે...પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 23, 2025

કતારગામમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા,,ઘરમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરમાંથી ઉલેચી ઉલેચીને પાણી બહાર કાઢી રહ્યા છે...પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકોમાં ભારે રોષ છે,,કેમ કે ઘરવખરી સહિત અનાજને મોટાપાયે નુકસાન થયું છે...એક ઘરમાં નહીં પરંતુ અનેક ઘરમાં આવી જ રીતે પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે આવી જ સ્થિતિનો સામનો કરવો પડે છે..

— Zee 24 Kalak (@Zee24Kalak) June 23, 2025

ભારે વરસાદમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોનું ચોક બજાર પોલીસે રેસ્ક્યૂ કર્યું,,રેસ્ક્યૂ માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી...કમર સુધીના પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news