Hurun India Women Leaders: 100 વુમન લીડર્સમાં ગુજરાતનો દબદબો, લિસ્ટમાં ગુજરાતની 9 મહિલાઓ સામેલ
2025 Candere Hurun India Women Leaders: વિવિધ ક્ષેત્રમાં ગુજરાતે કરેલા વિકાસમાં મહિલાઓનું પણ મોટું યોગદાન છે. હુરૂન ઈન્ડિયા વુમન લીડર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ટોપ-100મા ગુજરાતની 9 મહિલાઓ સામેલ છે.
Trending Photos
અમદાવાદઃ હુરુન ઈન્ડિયા દ્વારા વુમન લીડર્સ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશની 100 વુમન લીડર્સમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલાઓમાં 9 ગુજરાતની કે મૂળ ગુજરાતી છે. કેન્ડીર હુરૂન ઈન્ડિયા વુમન લીડર્સના લિસ્ટમાં ગુજરાતના બે વાપીની મહિલાઓ પણ સામેલ છે.
ગુજરાતની 9 મહિલાઓ
હુરૂન ઈન્ડિયા દ્વારા વિવિધ કેટેગરીમાં જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં ગુજરાતી મૂળના મહિલા ઉદ્યોગસાહસિકો, કલાકારોનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં વુમન ઈન્ફ્લુએન્સર કેટેગરીમાં મૃણાલ પંચાલને પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે સલોની આનંદને યંગ વુમન લીડર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. તમે પણ જાણો આ લિસ્ટમાં સામેલ ગુજરાતની 9 મહિલાઓ કોણ છે.
મૃલાણ પંચાલ (ઉંમર 26 વર્ષ, કેટેગરી ઈન્ફ્લુઅન્સર)
મૃણાલ પંચાલ વાપીના ચે. તે મૃણાલ બ્યુટી પ્રોડક્ટ બનાવતી મૃચા બ્યુટીના ફાઉન્ડર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના 55 લાખ ફોલોઅર્સ છે.
માધવી પારેખ (આર્ટિસ્ટ, ઉંમર 83 વર્ષ)
83 વર્ષીય આમંદના માધવી પારેખ પેઈન્ટર છે. લિસ્ટમાં છઠ્ઠા સ્થાને રહેલા માધવી પારેખનું ટર્ન ઓવર એક કરોડ રૂપિયા જેટલું છે.
સલોની આનંદ (ઉંમર વર્ષ 35, કેટેગરી- સ્ટાર્ટઅપ)
વાસીના સલોની ત્રયા હેલ્થ કંપનીના કો-ફાઉન્ડર છે. તેમને સ્ટાર્ટઅપ લીડર્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
શુવી શ્રીવાસ્તવ (કેટેગરીઃ વુમન ઈન્વેસ્ટર, ઉંમર 34)
આ લિસ્ટમાં શુવી શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. 17 વર્ષ સુધી અમદાવાદમાં ઉછરેલા શુવી ઈન્વેસ્ટમેન્ટ વેન્ચર કંપની લાઈટસ્પીડ ઈન્ડિયા પાર્ટનરમાં સક્રિય છે.
ઈશા અંબાણી (33 વર્ષ, કેટેગરીઃ નેક્સ્ટ જનરેશન લીડર)
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણી પણ આ લિસ્ટમાં છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
ફાલ્ગુની નાયર (ઉંમર 62 વર્ષ, કેટેગરીઃ ફર્સ્ટ જનરેશન વેલ્થ ક્રિએટર)
દેશભરમાં જાણીતી કંપની નાયકાના ફાલ્ગુની નાયર પણ આ લિસ્ટમાં સામેલ છે. તેઓ ગુજરાતી પરિવારમાં જન્મેલા છે. કેટેગરીમાં ફાલ્ગુની નાયર ચોથા સ્થાને રહ્યાં હતા.
પરીતા પારેખ (કેટેગરી, સ્ટાર્ટઅપ, ઉંમર 33 વર્ષ)
અમદાવાદમાં ઉછરેલા પરીતા એજ્યુકેશન કંપની ટોડલના કો-ફાઉન્ડર છે. આ કંપની AI ડ્રિવન પ્લેટફોર્મ છે.
અદ્વૈતા નાયર (કેટેગરીઃ પ્રોફેશનલ, ઉંમર 34 વર્ષ)
નાયકાના કો-ફાઉન્ડર અદ્વૈતા નાયરે દેશના ફેશન અને લાઈફસ્ટાઇલ સેક્ટરમાં મોટો ફેરફાર લાવ્યો છે.
સ્વાતિ દલાલ (કેટેગરી પ્રોફેશનલ, ઉંમર 50+ વર્ષ)
સ્વાતિ દલાલને પ્રોફેશનલ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. સ્વાતિ દલાલ ઝાયડસ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર પદે કાર્યરત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે