Gandhinagar News

લોકસભા ચૂંટણી 2019: 64.11 ટકા સાથે ગુજરાતે બનાવ્યો મતદાનનો નવો રેકોર્ડ

લોકસભા ચૂંટણી 2019: 64.11 ટકા સાથે ગુજરાતે બનાવ્યો મતદાનનો નવો રેકોર્ડ

રાજ્યમાં 1967ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 63.77 ટકા મતદાન નોંધાયું હતું, તેને તોડીને આ વખતે 2019ની ચૂંટણીમાં 64.11 ટકા મતદાન નોંધાયું છે, જે સર્વોચ્ચ રેકોર્ડ છે, છેલ્લી 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 63.66 ટકા મતદાન નોંધાયું હતું

Apr 24, 2019, 08:00 PM IST
બાવળામાં સફેદ કપડા પહેરેલ વ્યક્તિએ બોગસ મતદાન કરાવ્યું, Video Viral

બાવળામાં સફેદ કપડા પહેરેલ વ્યક્તિએ બોગસ મતદાન કરાવ્યું, Video Viral

ગાંધીનગર બેઠકમાં આવતા બાવળાના બાપુપુરા ગામમાં બોગસ મતદાન થયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ મતદાન મથકમાં ઘૂસીને ખુલ્લેઆમ બોગસ મતદાન કરાવી રહ્યો છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે તપાસનાં આદેશ આપ્યા છે.

Apr 24, 2019, 04:18 PM IST
લોકસભા ચૂંટણી 2019: જાણો....ગુજરાત રાજ્યમાં મતદાનની તવારીખ

લોકસભા ચૂંટણી 2019: જાણો....ગુજરાત રાજ્યમાં મતદાનની તવારીખ

લોકશાહીના મહાપર્વમાં રાજ્યની જનતાએ આજે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે મતદાનની ધીમી ગતી બાદ બપોરે મતદાનમાં વેગ આવ્યો હતો અને જોત-જોતામાં ગુજરાતની પ્રજાએ રાત્રે 9.00 કલાકના આંકડા પ્રમાણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના મતદાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો 

Apr 23, 2019, 11:33 PM IST
લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 2014ના મતદાનનો રેકોર્ડ તુટ્યો, 63.67% મતદાન

લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 2014ના મતદાનનો રેકોર્ડ તુટ્યો, 63.67% મતદાન

ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66% મતદાન નોંધાયું હતું, રાજ્યમાં 1967ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 63.77 ટકા મતદાન નોંધાયું હતું   

Apr 23, 2019, 10:35 PM IST
લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં સરેરાશ 62.36 ટકા મતદાન-ચૂંટણી કમિશનર

લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં સરેરાશ 62.36 ટકા મતદાન-ચૂંટણી કમિશનર

રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન બદલ મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રજાનો આભાર માનવાની સાથે જણાવ્યું કે, દિવસ દરમિયાન પંચને કુલ 43 ફરિયાદ મળી છે અને અમદાવાદમાં સૌથી વધુ 11 ફરિયાદ મળી છે

Apr 23, 2019, 08:19 PM IST
દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

દીકરાને જીતના આર્શીવાદ આપ્યા બાદ 98 વર્ષના હીરા બાએ કર્યું મતદાન

પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

Apr 23, 2019, 10:47 AM IST
માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા

માતા હીરાબાએ પીએમ દીકરાનું મોઢું ગળ્યું કરાવીને જીત માટે આર્શીવાદ આપ્યા

મતદાન કરતા પહેલા નિત્યક્રમ મુજબ આજે પણ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમના આર્શીવાદ લઈને જ મતદાન કરવા જવું તેવો તેમનો હરહંમેશનો ક્રમ રહ્યો છે. તેથી તેઓ વહેલી સવારે જ ગાંધીનગર સ્થત માતા હીરા બાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં હીરા બાએ તેમનું મોઢુ ગળ્યું કરાવીને આર્શીવાદ આપ્યા હતા. 

Apr 23, 2019, 08:06 AM IST
Liveમાં જોતા રહો, ગુજરાતના કયા નેતા, કઈ હસ્તીઓએ ક્યાં મતદાન કર્યું ?

Liveમાં જોતા રહો, ગુજરાતના કયા નેતા, કઈ હસ્તીઓએ ક્યાં મતદાન કર્યું ?

સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ભીડ ન ઉમટે તે હેતુથી અનેક લોકો મતદાન કરવા પહોંચી ગયા છે.

Apr 23, 2019, 07:40 AM IST
રાહુલ ગુજરાતમાં વિધાનસભાની જેમ ચૂંટણી પ્રચાર કરશે, બહેન પ્રિયંકા આપશે સાથ

રાહુલ ગુજરાતમાં વિધાનસભાની જેમ ચૂંટણી પ્રચાર કરશે, બહેન પ્રિયંકા આપશે સાથ

લોકસભા ચૂંટણીને લઇને બંને પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવવાના છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરશે.

Apr 14, 2019, 02:43 PM IST
આજે કલોલમાં અમિત શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, રાઉન્ડ-ધ-ક્લોક બેઠકો પણ કરશે

આજે કલોલમાં અમિત શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, રાઉન્ડ-ધ-ક્લોક બેઠકો પણ કરશે

અડવાણીની સીટ પર લડી રહેલા અમિત શાહને તેમના પહેલા રોડ શોમાં જંગી પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ આજે તેમનો પ્રચાર કરતો રોડ શો કલોલમાં યોજાવા જઈ રહ્યો છે. આજે દિવસભર બેઠકો બાદ તેઓ સાંજે કલોલમાં રોડ શોમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.

Apr 14, 2019, 09:11 AM IST
ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી

ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને લાંબા સમયથી ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી. 1984ના સામાન્ય ઈલેક્શનમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી જીત્યા હતા. રાજ્યની વસ્તીમાં મુસ્લિમોની હિસ્સેદારી અંદાજે 9 ટકા છે, અને તેઓ પારંપરિક રૂપથી કોંગ્રેસના સમર્થક રહ્યાં છે. 

Apr 13, 2019, 09:16 AM IST
લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે

લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે

ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગરની બેઠક પર ભાજપનું છેલ્લા 30 વર્ષથી અધિપત્ય છે. ભાજપ અહીં લાખોના માર્જિનતી વિજય મેળવતું રહ્યું છે. ભાજપના સંસ્થાપક અને વરિષ્ઠ સાંસદ એવા એલ.કે.અડવાણી આ બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે, આ ઉપરાંત અટલ બિહારી વાજપેયી પણ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે 

Apr 12, 2019, 11:54 PM IST
કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સરકાર સામે મોરચો, રાતભર બેસી રહ્યાં ગાંધીનગરની કચેરીમાં

કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સરકાર સામે મોરચો, રાતભર બેસી રહ્યાં ગાંધીનગરની કચેરીમાં

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે. પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માંગણી સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કૃષિ ભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેસ્યા છે.

Apr 9, 2019, 11:00 AM IST
લોકસભા ચૂંટણી 2019: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં

લોકસભા ચૂંટણી 2019: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં

રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 માટે 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. જેના માટે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો 8 એપ્રિલના રોજ અંતિમ દિવસ હતો. દેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક અને ભાજપનો ગઢ ગણતી ગાંધીનગર લોકસભા બેઠક પર હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. 

Apr 8, 2019, 10:02 PM IST
ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર

ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર

મોડે મોડે પણ કાંગ્રેસે લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે. લોકસભાની 26 બેઠકોના પ્રચાર માટે આંગળીના વેઢે ગણાય એટલી વસ્તુઓ તૈયાર કરાવી છે. તાજેતરમાં જ ભાજપે પોતાની પ્રચાર સામગ્રી મીડિયા સામે રજૂ કરી હતી. જેમાં 51 જેટલી વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ મહિલા મતદારો ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.

Apr 7, 2019, 04:40 PM IST
લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 26 બેઠક પર કુલ 452 ઉમેદવાર મેદાનમાં

લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 26 બેઠક પર કુલ 452 ઉમેદવાર મેદાનમાં

રાજ્ય વિધાનસભાની ચાર બેઠકની પેટા ચૂંટણી માટે 60 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, રાજ્યમાં 23 એપ્રિલ, 2019ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે

Apr 6, 2019, 08:04 PM IST
લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે

લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે

લોકસભાની ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કોગ્રેસનો જંગ જામશે. આ ચૂંટણીમાં મહિલા મતદારોની નિર્ણાયક ભુમિકા બની રહેશે. રાજયના કુલ 4 કરોડ 51 લાખ મતદારોમાં મહિલા મતદારોની સંખ્યા 2 કરોડ 16 લાખથી વધુ છે. સૌથી વધુ મહિલા મતદારોની સંખ્યા ગાંધીનગર લોકસભા બેઠક પર 9 લાખ 46 હજારથી વધુ છે  

Apr 6, 2019, 07:34 PM IST
26માંથી 16 રિપીટ, શા માટે ભાજપે આ બેઠકો પર ‘નો રિપીટ’ થિયરી લાગુ ન કરી?

26માંથી 16 રિપીટ, શા માટે ભાજપે આ બેઠકો પર ‘નો રિપીટ’ થિયરી લાગુ ન કરી?

ભાજપ ગુજરાતમાં ફરી મિશન 26 સાથે ચુંટણીના મેદાનમા ઉતર્યું છે. સામાન્ય રીતે ભાજપ ‘નો રિપીટ થિયરી’માં વધુ વિશ્વાસ કરે છે. પરંતુ આ વખતે પક્ષ ઉમેદવારોની જીતની શક્યતા પર વધુ ભાર મૂકી રહ્યો છે ત્યારે મોટાભાગના સાંસદોને તેના આધારે રિપીટ કર્યાં છે. 

Apr 5, 2019, 01:55 PM IST
BJPની 6 મહિલાઓ V/s કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર, કોણ દમદાર?

BJPની 6 મહિલાઓ V/s કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર, કોણ દમદાર?

 26 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. તો બીજી તરફ, કોંગ્રેસે માત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર જ મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે. 

Apr 5, 2019, 10:14 AM IST
ગુજરાત લોકસભાની 26 બેઠકો પર પિક્ચર ક્લિયર, જુઓ કોણ કોણ છે દાવેદાર

ગુજરાત લોકસભાની 26 બેઠકો પર પિક્ચર ક્લિયર, જુઓ કોણ કોણ છે દાવેદાર

ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર હવે પૂરેપૂરી રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આજે 4 તારીખે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હોવાથી તમામ પક્ષોએ સવારે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. ત્યારે ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપે કયા કયા ઉમેદવાર ઉભા રાખ્યા છે, તે ફાઈનલ થઈ ગયુ છે.

Apr 4, 2019, 02:39 PM IST