જર જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું કહેવત ફરી સાબિત થઈ; એકલા રહેતા યુવકની ઘરમાંથી લાશ મળી!

ભાવનગર જિલ્લાના પાલિતાણાના આદપુર રોડ પર આવેલી સર્વોદય સોસાયટી પાસેના મકાન માંથી શંકાસ્પદ હાલતમાં ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, 37 વર્ષીય ભગીરથસિંહ ગોહિલ છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે એકલો જ રહેતો હતો. તેના મોટા ભાઈ દ્વારા જાણ કરવામાં આવતા પાલીતાણા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને તપાસ આરંભી હતી. 

જર જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું કહેવત ફરી સાબિત થઈ; એકલા રહેતા યુવકની ઘરમાંથી લાશ મળી!

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના પાલિતાણાની સર્વોદય સોસાયટીમાં રહેતા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે, 37 વર્ષીય યુવાન છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે એકલો રહેતો હતો. પોલીસે તપાસ હાથ ધરતા યુવાનના ગળાના ભાગે જોવા મળતા ઇજાના નિશાન હત્યાની શંકા ઉપજાવી રહ્યા છે. જોકે સાચી હકીકત તો તપાસ બાદ જ બહાર આવશે કે યુવાનની હત્યા થઈ કે પછી કુદરતી મૃત્યુ, શંકાસ્પદ હાલતે ક્ષત્રિય યુવાનની લાશ મળી હોવાની જાણ થતાં એસ.પી હર્ષદ પટેલ પણ પાલીતાણા દોડી ગયા હતા. હાલ તો પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સિક માટે ભાવનગર ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણાના આદપુર રોડ પર આવેલી સર્વોદય સોસાયટી પાસેના મકાન માંથી શંકાસ્પદ હાલતમાં ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, 37 વર્ષીય ભગીરથસિંહ ગોહિલ છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે એકલો જ રહેતો હતો. તેના મોટા ભાઈ દ્વારા જાણ કરવામાં આવતા પાલીતાણા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને તપાસ આરંભી હતી. 

જોકે તપાસ દરમ્યાન યુવાનના ગળાના ભાગે જોવા મળતા નિશાન તેના અકુદરતી મોત તરફ ઈશારો કરી રહ્યા હોય તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે, શંકાસ્પદ હાલતે ક્ષત્રિય યુવાનની લાશ મળી હોવાની જાણ થતાં એસ.પી હર્ષદ પટેલ પણ પાલીતાણા ખાતે દોડી આવ્યા હતા. જ્યારે એલ.સી.બી, એસ.ઓ.જી ડોગ સ્કોડ અને પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જોકે યુવાનની હત્યા થઈ કે પછી કુદરતી મૃત્યુ એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. 

પાલિતાણાના આદપુર રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાંથી ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ નામના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પાલીતાણા પંથકમાં ચકચાર મચી ગઇ છે, 37 વર્ષીય ભગિરથસિંહ ગોહિલ શારીરિક રીતે વિકલાંગ હતો, અને છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન જીવતો હતો, તેના પિતા બટુકસિંહ ગોહિલના બે સંતાનોમાં મયુરસિંહ ગોહિલ મોટો અને ભગિરથસિંહ ગોહિલ નાનો હતો. ભગીરથસિંહની માતાનું બીમારી થોડા વર્ષો પહેલા જ અવસાન થયું હતું, જ્યારે પિતા બટુકસિંહનું પણ ગત વર્ષે અવસાન થયા બાદ મયુરસિંહ અને ભગિરથસિંહ બંને અલગ રહેતા હતા, જોકે વડીલો પાર્જિત મિલકતને લઈને બંને ભાઈઓ વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ થતા હતા. 

જેના કારણે પરિવારનાં લોકોએ સમાધાનકારી વલણ અપનાવી મધ્યસ્થી કરી મિલકતના ભાગલા પાડી દીધા હતા, હજુ 15 દિવસ પૂર્વે જ બંને બાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી થઈ હતી. પરંતુ મિલકતના ભાગ પડ્યા તેને હજુ તો થોડા દિવસો જ વીત્યા હશે ત્યાં જ યુવાન ભગીરથસિંહની તેના જ ઘરમાંથી લાશ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ પણ પાલીતાણા દોડી આવ્યા હતા અને ઘટના અંગે ચર્ચા કરી હતી, મૃતક ભગિરથસિંહ ગોહિલના ગળા પર ઇજાના નિશાન જોવા મળતા તેની હત્યા કરાઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. 

જોકે હાલ તો ભગિરથસિંહ ગોહિલના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે યુવાનનું મોત કુદરતી છે, કે કોઈએ તેની હત્યા કરી છે, એ મૃત્યુનું સાચું કારણ તો રિપોર્ટ બાદ જ બહાર આવશે, હાલ તો એલ.સી.બી, એસ.ઓ.જી અને પાલીતાણા સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news