ગુજરાતમાં સમલૈંગિક પ્રેમનો અજબ કિસ્સો, 2 મિત્રોના સંબંધમાં તિરાડ પડતા યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Navsari News: પ્રેમ આંધળો હોય છે અને કોઈની સાથે પણ થઈ શકે છે. આ વાત સરળ છે એટલી નથી. કારણ હવે પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રેમ હોવો એના કરતા પુરુષ પુરુષ અને મહિલા મહિલા વચ્ચે પણ પ્રેમ સબંધ બંધાતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
Trending Photos
ધવલ પારેખ/નવસારી: નવસારીમાં પણ આવુ જ એક સમલૈંગિક પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. જેમાં પુરૂષ પ્રેમીએ વાત કરવાનું બંધ કરતા નવસારીના ગણદેવીના યુવાને 40 ઉંઘની ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારજનોએ તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા જીવ બચી ગયો હતો.
નવસારીના ગણદેવીમાં રહેતા 30 વર્ષીય વિશ્વનાથ ચોબલે કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલ છે. જેને છેલ્લા 7 વર્ષોથી નવસારીના પૂર્વ પટ્ટીના ગામના એક યુવાન સાથે પ્રથમ મિત્રતા બંધાઈ અને ત્યારબાદ બન્નેને પોતે સમલૈંગિક હોવાનું સમજાતા બન્ને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. વિશ્વનાથ પોતાના પ્રેમી યુવાનના ગળાડૂબ પ્રેમમાં હતો.
પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેના પ્રેમીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. વિશ્વનાથ તેને બોલાવવા જતો તો તેની સાથે મળવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી વિશ્વનાથ પ્રેમીની બેવફાઈ સહન કરી શક્યો ન હતો. ગત રોજ પણ વિશ્વનાથ પોતાના પ્રેમી યુવાનને બોલાવવા તેના ગામ ગયો અને તેના ઘરના બારણા ખખડાવ્યા, પણ બેવફા પ્રેમીએ બારણા પણ ન ખોલતા નાસીપાસ થયેલા વિશ્વનાથ ચોબલેએ નવસારીના મોલધરા ગામે આવી, ત્યાંના એક મંદિર પાસે ઉંઘની 40 ગોળીઓ ગળી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ વિશ્વનાથના પરિવારજનો તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં હાલ તેની તબિયત સુધારા પર છે. જ્યારે નવસારી ગ્રામ્ય પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે