)
Rajkot African Students Controversy: રાજકોટના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને ત્રાસ હોવાનો આરોપ ગ્રામજનો મૂકી રહ્યા છે. રતનપર ગામના લોકો આક્રોશ સાથે એકઠા થયા છે. આફ્રિકન વિદ્યાર્થીઓનો ગામમાં ત્રાસ હોવાનો આક્ષેપ છે. ગામમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ છે. હાલ રાજકોટના રતનપર ગામમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો આપત્તિજનક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધારાસભ્ય, પોલીસ કમિશ્નરને રજૂઆત
રાજકોટના રતનપર ગામમાં આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે. ત્યારે મારવાડી કોલેજમાં અભ્યાસ અર્થે આવેલા આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના અશ્લિલ ચેનચાળાનો વધુ એક વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના જાહેર રસ્તા પર યુવક-યુવતીના ચેનચાળા કરતા દેખાયા છે. એટલું જ નહીં, ગ્રામજનો યુવક-યુવતીએ ડ્રગ્સ કે દારૂનું સેવન કર્યાની શંકા પણ દર્શાવી છે. ગામ લોકોએ આફ્રિકન યુવક-યુવતીઓના કારણે ડ્રગ્સ અને ગુનાહિત પ્રવૃત્તિ વધ્યાંનો આરોપ લગાવ્યો છે. આ વિશે વિસ્તારના ધારાસભ્ય દર્શીતા શાહે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
આફ્રિકન વિદ્યાર્થીઓનો રંગીન મિજાજી પ્રકારનો વીડિયો વાયરલ
મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓનો એક આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રતનપર ગામમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓનો રંગીન મિજાજી પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
આફ્રિકન લોકો નશા અને અનૈતિક પ્રવૃત્તિ કરે છે...
રાજકોટ રતનપર ગામમાં આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસનો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. હાલ રતનપર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારવાડી કોલેજમાં અભ્યાસ અર્થે આવેલા આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના કારણે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે તેઓ ભાડે મકાન કે ફ્લેટ રાખી અહીં રહે છે. ગ્રામજનોએ આરોપ લગાવતા કહ્યું, આફ્રિકન લોકો નશા અને અનૈતિક પ્રવૃત્તિ કરે છે. અનેક વખત પોલીસમાં રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમોનું નિવેદન
મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમોનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. તેમણે જણાવ્યું છે કે રતનપર ગામના લોકો અને સરપંચ અમને મળી રજૂઆત કરી હતી. અમારા છાત્રો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. જે વાત નશા અને અનૈતિક પ્રવૃતિને લઈને છે તો અમે પોલીસ ફરિયાદ માટે પણ તૈયાર છીએ. અમને આશા છે કે અમારા છાત્રો આ પ્રવૃત્તિ સાથે નહીં જોડાઈ શકે. જોકે ગેરકાયદે કામ સાથે જોડાયેલા હોઈ તો પોલીસ કાર્યવાહી સ્વીકાર્ય છે.