ગુજરાતી ન્યૂઝGujaratપતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ગુસ્સે થયેલા પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ગુસ્સે થયેલા પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા

અમદાવાદમાં એક પરિવારમાં ખૂની ખેલ ખેલાયો છે. માતા-પિતા વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી. આ જોઈને પુત્રને ગુસ્સે આવી ગયો હતો. ગુસ્સે થયેલા પુત્રએ સાવકા પિતાની હત્યા કરી દીધી છે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ગુસ્સે થયેલા પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા

ઉદય રંજન, અમદાવાદઃ ઘર કંકાસમાં પુત્રએ સાવકા પિતાની છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. જીહાં માતા -પિતાના રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયેલા યુવકે આખરે કંટાળી સાવકા પિતાને જ મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારે શું હતી સમગ્ર ઘટના.. જોઈએ આ અહેવાલમાં

પિતાની હત્યા કરનાર આરોપી અલ્પેશ વાઘેલા ઉર્ફે જોષી છે. આરોપીએ પોતાના સાવકા પિતા મીનેશભાઈની છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો 15 જાન્યુઆરીના રોજ મૃતક મીનેશભાઈ સિક્યુરીટી ગાર્ડની નોકરીએથી બપોરે જમવા ઘરે આવ્યા હતા. ત્યારે જમવાનું સારું નહીં બન્યું હોવાનું કહીને પત્ની ભારતીબેન સાથે ઝઘડીને નોકરી પરત જતા રહ્યા હતા..રાત્રે 8 વાગે નોકરીથી પરત ઘરે આવ્યા ત્યારે ફરી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.. આ દરમ્યાન આરોપી અલ્પેશ પતંગ ચગાવીને ઘરે આવ્યો હતો. ત્યારે માતા પિતાને ઝઘડતા જોઈને તેને પોતાના સાવકા પિતાને ઝઘડો નહિ કરવા સમજાવ્યું હતું. પરંતુ મૃતક મીનેશભાઈ દીકરા અલ્પેશ સાથે મારામારી કરવા લાગ્યા હતા.  બંન્ને પિતા પુત્ર ઝઘડતા ઘરની બહાર આવી ગયા હતા..ત્યારે અલ્પેશ ઘરમાંથી છરી લઈને આવ્યો અને પિતા પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી ..આ હત્યા કેસમાં રામોલ પોલીસે માતા ભારતીબેનની ફરિયાદ લઈને આરોપી અલ્પેશની ધરપકડ કરી છે.

Add Zee News as a Preferred Source

પોલીસ તપાસમાં સામે આવ્યું કે 30 વર્ષ પહેલાં આરોપીની માતા ભારતીબેનના અમરેલીના કિશોરભાઈ વાઘેલા સાથે લગ્ન થયા હતા. તેમના બે સંતાનમાં અલ્પેશ અને નીલમ છે..પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ નહિ થતા 7 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.. ભારતીબેનએ પાંચ વર્ષ સુધી મજુરી કરીને બાળકોનું ભરણ પોષણ કર્યું હતું.. આ દરમ્યાન મૃતક મીનેશભાઈ સાથે પ્રેમસંબંધ થતા બંન્ને 20 વર્ષથી પતિ પત્નીની જેમ રહે છે.. મૃતક મીનેશભાઈ અને તેમની પત્ની ભારતીબેન વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા...જેથી ઘર કંકાસના કારણે અલ્પેશ કંટાળી ગયો હતો.. વાસી ઉત્તરાયણના દિવસે પણ પતિ પત્નીના ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા અલ્પેશએ છરીના ઘા ઝીકીને પિતાની હત્યા કરી દિધી હતી.

આ હત્યા કેસમાં મૃતકના અંતિમ સંસ્કાર કરનાર પરિવારનો કોઈ સભ્ય નહિ હોવાથી પોલીસે જ મૃતકના અંતિમ સંસ્કાર કરાવ્યા.. હાલમાં પિતાની હત્યા કરનાર આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે. આ હત્યા પાછળ ઘર કંકાસ જ છે કે અન્ય કોઈ અદાવત હતી તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news