મહીસાગર જિલ્લામાં હૈયું કંપાવી દે તેવી ઘટના: 5 વર્ષની બાળકીને સગા કૌટુંબિક કાકાએ બનાવી હવસનો શિકાર
Gujarat Crime News: લુણાવાડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ અનુસાર મહીસાગરમાં પાંચ વર્ષની બાળકી પર તેના કોઇ સગા કૌટુંબિક યુવકે જ દુષ્કર્મ આચર્યુ છે.
Trending Photos
Mahisagar Crime News: રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. હવે મહિસાગરમાં પણ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહીસાગર જીલ્લામાં હૈયું કંપાવી દે તેવી ઘટના એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
માસૂમ બાળાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ
પાંચ વર્ષની માસૂમ બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યા હતો. કાકાએ 5 વર્ષની માસૂમ ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ધટનાને પગલે આજુબાજુના વિસ્તારોમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. માસૂમ બાળાને સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. ચકચારી ઘટના બાદ જીલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કૌટુબિંક યુવકે જ બાળકીને હવસનો શિકાર બનાવી
મહીસાગર જીલ્લામાં પાંચ વર્ષની બાળકી પર તેના કોઇ સગા કૌટુંબિક યુવકે જ દુષ્કર્મ આચર્યુ છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ઘટના બની છે. કૌટુબિંક યુવકે જ બાળકીને હવસનો શિકાર બનાવ્યો હોવાની જાણકારી પ્રાથમિક ધોરણે મળી રહી છે, હાલમાં બાળકીને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે, લુણાવાડા પોલીસે આ ઘટના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાને લઈને બાળકીના માતા પિતા ખુબજ આઘાતમાં
લુણાવાડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ અનુસાર, બાળકી પર તેના સગા કૌટુંબિક કાકા એ જ દુષ્કર્મ આચર્યુ છે. હાલ બાળકીની હાલત નાજુક હોવાને કારણે તેને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને બાળકીના માતા પિતા ખુબજ આઘાતમાં છે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને નરાધમ યુવકને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અલગ અલગ ટીમ બનાવી નરાધન કાકાની શોધખોળ શરૂ કરાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે