)
સુરતઃ કોઈ વ્યક્તિ જેલમાં જાય તો તે સુધરી જતો હોય છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેણે કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. જેમાં કુખ્યાત આરોપી આશિષ ઉર્ફે ચીકનો પાંડેની જેલમુક્તિ બાદ તેનું ફિલ્મી સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજસીટોકના આરોપીના સ્વાગત માટે જેલની બહાર ઘણા સમર્થકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ કારના કાફલા સાથે રોડ શો કાઢવામાં આવ્યો હતો, જેના વીડિયો વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ફિલ્મી સ્ટાઇલમાં સ્વાગત
આશિષ એટલે કે ચીકનો પાંડે લાલુ જાલિમ ગેંગનો ગુનેગાર છે અને બે વખત જેલમાં જઈ ચૂક્યો છે. હાલમાં ગુજસીકોટના કાયદા હેઠળ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાં ગયા બાદ આરોપીને ડર લાગતો હોય છે, પરંતુ ચીકનો જેલમાંથી બહાર આવ્યો તો તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરતઃ જેલમાંથી બહાર આવેલા આરોપીનું ફિલ્મી સ્વાગત, ગુજસીટોકનો આરોપી આશીષ ઉર્ફે ચીકના પાંડે આવ્યો બહાર#surat #gujarat #news pic.twitter.com/6YnEc1P8g2
— Zee 24 Kalak (@Zee24Kalak) September 14, 2025
ચીકનો પાંડે જ્યારે જેલમાંથી બહાર આવ્યો તો તેને લેવા માટે સચિન વિસ્તારમાં આવેલી સબજેલની બહાર 40થી 50 જેટલા લોકોનું ટોળું રાહ જોઈ રહ્યું હતું. આશિષ બહાર નીકળ્યો તો તેના સાગરિતો પગે લાગતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયોમાં કોઈ જેલ કર્મચારી પણ ચીકનો પાંડે સાથે હાથ મિલાવી રહ્યાં છે. તેવામાં કાયદાનું રક્ષણ કરતા લોકો સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે.
રોડ-શો પણ કર્યો
જેલમાંથી બહાર આવેલા આશિષ ઉર્ફે ચિકનો પાંડેએ કાળી કારના કાફલા સાથે રોડ-શો કર્યો હતો. કાળા કલરની સ્કોર્પિયોમાં ચીકનો બેઠો હતો અને સાથે અન્ય કાર જોવા મળી હતી. તેણે કારમાંથી વિક્ટ્રી સિમ્બોલ પણ બતાવ્યો હતો. જેલમાંથી બહાર આવેલા આરોપીના ઘણા વીડિયો જોવા મળી રહ્યાં છે, ત્યારે લોકોનાં મનમાં પણ સવાલ ઉઠી રહ્યાં છે.