તેજશ મોદી/સુરત: મહિલાઓ સાથે અનેક વખત અઘટિત ઘટનાઓ બનતી હોય છે, કેટલીક ઘટનાઓ એવી છે જેના કારણે મહિલાઓનું રાત્રે ઘરની બહાર જવું અઘરું બન્યું છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું અપહરણ કરી તેની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. જોકે પોલીસે ઘટનાની લાંબી તપાસ કરી આખરે આરોપીને ઝડપી પાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગત 12 ડિસેમ્બરની રાત્રે સાડા અગિયાર વાગ્યે પીપલોદ વિસ્તારમાં આવેલા એક પાનના ગલ્લા પર એક યુવક પોતાની બહેનને લઈ પાન ખાવા માટે આવ્યો હતો. યુવક પાન લેવા માટે પોતાની બહેનને ફોર વિલ્હર ગાડીમાં બેસાડી ગયો હતો. જોકે થોડાક સમય બાદ તે જયારે પરત આવ્યો તો કારમાં પોતાની બહેન હાજર ન હતી, જેથી તેને બહેનની શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ લગભગ છ કલાક બાદ માનસિક રીતે બીમાર યુવતી મળી હતી. જે એસવીએનઆઇટી કોલેજ પાસેના રોડ પરથી મળી આવી હતી. 


ઘટના અંગે ભાઈ દ્વારા ઉમરા પોલીસ મથકમાં પોતાની બહેન સાથે બનેલી ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. મામલો ગંભીર ગણાતા પોલીસે તરત જ બહેનની પૂછપરછ હાથ ધરી હતી, સાથે જ શંકાસ્પદ આરોપીને શોધવા માટે દોડધામ શરૂ કરી હતી. યુવતી માનસિક રીતે બીમાર હોવાના કારણે તેને કોઈ લાલચ આપી આરોપી પોતાની સાથે લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. ઘરના ખૂબ ગંભીર હતી. જેને પગલે પોલીસની અલગ અલગ ટીમોએ સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલાને લઈ જતા હોય તે સમયના કેટલાક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં એક શંકાસ્પદ મોટરસાયકલ દેખાય હતી.


આ શંકાસ્પદ મોટરસાયકલ ચાલક નજીકમાં જ આવેલી એક દુકાનમાં ખરીદી કરવા માટે ગયો હતો, જ્યાં તેને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. પોલીસ શંકાસ્પદ વ્યક્તિએ જ્યાં ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું ત્યાં પહોંચે છે અને ઓનલાઈન પેમેન્ટની વિગતો મેળવી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. જેમાં પોલીસની મહેનત સફળ થાય છે અને મહિલાનું અપહરણ કરનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળે છે. પોલીસ આરોપી ઓમ રાજકુમાર શર્માને ઝડપી પાડી તેને પૂછપરછ કરે છે જે માટેનું પોતાનું કૃત્ય કબૂલી લીધું હતું. 


બીજી તરફ પોલીસ તપાસમાં પણ મહિલા સાથે માત્ર શારીરિક છળછળ થઈ હોય તેવું સામે આવે છે. જેને પગલે પોલીસે મહિલાનું અપહરણ અને તેની સાથે કરવામાં આવેલી છેડછાડ સંદર્ભનો ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં અને ખરેખર આરોપીનો શું ઈરાદો હતો તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.