'તારા શરીરસંબંધના વિડીયો મેં જોયા છે, મારી સાથે પણ સંબંધ રાખવો પડશે', 3 હવસખોરોએ પરિણીતાને બનાવી શિકાર

લગ્નેત્તર સંબંધ બાદ પિયુષ અને વિશાલના બ્લેકમેઈલ અને વારંવાર શરીરસંબંધ બાંધવાની માંગણીથી કંટાળી સમગ્ર બાબતની જાણ પરિવારને કર્યા બાદ તેણીએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રેમી ઉપરાંત હવસખોર બંને ભાઈની ધરપકડ કરી છે.

 'તારા શરીરસંબંધના વિડીયો મેં જોયા છે, મારી સાથે પણ સંબંધ રાખવો પડશે', 3 હવસખોરોએ પરિણીતાને બનાવી શિકાર

ચેતન પટેલ/સુરત: સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને લગ્નેત્તર સંબંધ રાખવાનું ભારે પડયું છે. પરિણીત પ્રેમી સાથેના સંબંધની પતિને જાણ કરવાના નામે બ્લેકમેઇલ કરી ઘર નજીક રહેતા બે સગા ભાઈએ અનેક વખત હવસનો શિકાર બનાવતા મામલો મહિધરપુરા પોલીસમાં પહોંચતા પોલીસે પ્રેમી અને બ્લેકમેઈલ કરનાર બંને ભાઈ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે નવાપુરા ગોલવાડમાં રહેતો જતીન રાણા વર્ષ 2016 લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા સાથે મિત્રતા થઈ હતી. બંને એક જ સમાજના હોવાથી અવાર નવાર મળવાનું થતું હતું અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને પરિણીત હોવાથી ચુપકે ચુપકે મળતા હતા અને બંને વચ્ચે અનેક વખત શરીરસંબંધ પણ બંધાયા હતા. જતીન સાથેના ચુપકે-ચુપકેના સંબંધની જાણ પરિણીતાના ઘેર નજીક રહેતા પિયુષ લક્ષ્મણ ઉત્તેકરને થઈ ગઈ હતી. 

પિયુષે પરિણીતાને તેના લગ્નેત્તર સંબંધની જાણ પતિને કરી દઈશ એમ કહી તેણે પણ શરીરસંબંધની માંગણી કરી હતી. લગ્નેત્તર સંબંધની પતિને જાણ થશે તો પોતાનું લગ્નજીવનમાં ભંગાણ પડશે તેવા ડરથી પરણીતા પિયુષના તાબે થઈ હતી અને વર્ષ 2020 માં ઉના પાણી રોડની ઓયો સ્ટાર હોટલમાં મળવા બોલાવી જબરજસ્તી શરીરસંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન હવસખોર નરાધમ પિયુષે પોતાના મોબાઇલમાં શરીરસંબંધનો વિડીયો ઉતારી લીધો હતો અને વિડિયો વાયરલની ઉત્તેકર ધમકી આપી ફેબ્રુઆરી 2025 સુધીના સમયગાળામાં ઓયો હોટલમાં બોલાવી પિયુષે પોતાની હવસ સંતોષી હતી. 

જો કે ત્યારબાદ ગત ઉત્તરાયણ બાદ પિયુષના ભાઈ વિશાલે પણ પરણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું. ઉત્તરાયણના દિવસે વિશાલે પરિણીતાને રૂબરૂ મળી મારા ભાઈના મોબાઇલમાં તારા શરીરસંબંધના વિડીયો મેં જોયા છે, તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે, જો સંબંધ નહીં રાખે તો વિડિયો હું વાયરલ કરી દઇશ. જેને પગલે અવની ચોંકી ગઇ હતી અને પોતાની આબરૂ બચાવવા વિશાલને પણ શરણે થઈ હતી અને વિશાલે લાલ દરવાજાના એસએમસી મલ્ટીલેવલ પાર્કિંગમાં મળવા બોલાવી પાર્કિંગના ટોઇલેટમાં તેણી સાથે દુષ્કર્મ કર્યું હતું. 

જતીન સાથેના લગ્નેત્તર સંબંધ બાદ પિયુષ અને વિશાલના બ્લેકમેઈલ અને વારંવાર શરીરસંબંધ બાંધવાની માંગણીથી કંટાળી સમગ્ર બાબતની જાણ પરિવારને કર્યા બાદ તેણીએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રેમી ઉપરાંત હવસખોર બંને ભાઈની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news