સૌરાષ્ટ્રનો એવો કુખ્યાત બુટલેગર જેનો 3 કરોડનો દારૂ તો માત્ર ઝડપાયો, અચાનક પોલીસના હાથે લાગ્યો અને...

ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પરંતુ દરેક ગામમાં દારૂ ગમે ત્યારે જોય ત્યારે મળી જાય એ પણ ઘરે બેઠા. આ દારૂ પૂરો પાડનાર નાના મોટા બુટલેગરો હોય છે અને તેને અવારનવાર આપણે પોલીસના જાપતામાં આવી જતા હોય છે. ત્યારે આ બધા નાના મોટા બુટલેગરોને દારૂ પૂરો પાડનાર હોલસેલનો મોટો બુટલેગર જેતપુર ડીવીઝનના જામકંડોરણા પોલીસે પકડી પડ્યો છે. સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો મોટો દારૂનો બુટલેગર ધીરેન કારિયા છે. 

Updated By: Jul 23, 2021, 10:57 PM IST
સૌરાષ્ટ્રનો એવો કુખ્યાત બુટલેગર જેનો 3 કરોડનો દારૂ તો માત્ર ઝડપાયો, અચાનક પોલીસના હાથે લાગ્યો અને...

રાજકોટ : ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પરંતુ દરેક ગામમાં દારૂ ગમે ત્યારે જોય ત્યારે મળી જાય એ પણ ઘરે બેઠા. આ દારૂ પૂરો પાડનાર નાના મોટા બુટલેગરો હોય છે અને તેને અવારનવાર આપણે પોલીસના જાપતામાં આવી જતા હોય છે. ત્યારે આ બધા નાના મોટા બુટલેગરોને દારૂ પૂરો પાડનાર હોલસેલનો મોટો બુટલેગર જેતપુર ડીવીઝનના જામકંડોરણા પોલીસે પકડી પડ્યો છે. સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો મોટો દારૂનો બુટલેગર ધીરેન કારિયા છે. 

પ્રથમ દ્રષ્ટિ એ શિક્ષિત, અને સારા ઘરનો વેપારી લાગતો આ શખ્સ મોટો શાતિર અને રીઢો ગુનેગાર છે. જેતપુરમાં પોલીસે કરેલ એક દારૂની રેડમાં આ શાતિર પકડાયો છે. હાલ ધોરાજી પોલીસની કસ્ટડીમાં તપાસ હેઠળ છે. બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના મદદનીશ પોલીસવડા  સાગર બાગમારને માહિતી મળી કે, જેતપુરના બાપુની વાડીમાં મોટો દારૂનો જથ્થો ઉતર્યો છે. ASP અને તેની ટિમ જેતપુરની બાપુની વાડીમાં તેને મળેલ માહિતીના આધારે રેડ કરતા અહીં આવેલ પંચદેવ કૃપા નામના મકાનમાંથી 550 પેટી અને 22 લાખ 47 હજાર 800 ની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો છે. જે જેતપુર પોલીસમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી બારૈયાનો હોવાનું સામે આવ્યું હતું. દારૂના જથ્થા સાથે એક બુટલેગર કિશોર ઉર્ફે ટોનીને જેતપુર પોલીસે પકડી પાડેલ હતો. જે સાથે આ સ્થળ ઉપર અનિલ ઉર્ફે ડબલી અને ધીરેન કારીયા બંને હાજર હતા. જે પોલીસ અંગે માહિતી મળતા જ નાસી છુટ્યાં હતા. 

પત્નીએ પ્રેમી સાથે મોજ કરવામાં આડા આવતા પતિનું બગીચામાં બોલાવી કાસળ કાઢી નાખ્યું

કોણ છે ધીરેન કારિયા? કેવો છે તેનો ગુનાહિત ઇતિહાસ?
આ બુટેલગર મૂળ જૂનાગઢનો રહેવાસી છે, તે કોઈ લુખ્ખો નથી તે કરોડ પતિ હોઈ તેવું લાગે છે અને કરોડોનો ગેરકાયદેસર દારૂનો ધંધા કરે છે. તે જૂનાગઢમાં તો તમામ પ્યાસીઓની પ્યાસ બુજાવે છે, પરંતુ સાથે સાથે જૂનાગઢ અને આસપાસના શહેરોને સૌરાષ્ટ્રના તમામ નાના મોટા શહેરોમાં તે મોટા પાયે દારૂની જરૂરિયાત પુરી કરે છે. જોવા જઈ તો તે સૌરાષ્ટ્રનો મુખ્ય દારૂનો સપ્લાયર છે.

આ લિસ્ટેડ બુટેલગાર ધીરેન કારિયાનો ગેરકાયદેસર દારૂના ધંધા કેવડો છે તેનો માત્ર અંદાજ લગાવી શકાય છે, તે પણ એવી રીતે કે જયારે જયારે પોલીસે રેડ કરી છે તે ઉપર થી પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ માં અલગ અલગ જગ્યા એ જે રેડ કરી છે તેની એક માત્ર ઝલક જ કાફી છે. આ ધીરેન કારિયાના ગેરકાયદેસર દારૂના ધંધાની પોલીસે 2018 થી લઇને 2021 સુધી ત્રણ વર્ષની જે દારૂ ની રેડ કરી છે અને જેમાં આ ધીરેન કારિયાનું નામ છે. 

AHMEDABAD માં મોજ કરવા ગયેલા ટેણીયો લૂંટાયો, બીજા દિવસે મહિલાની હત્યા કરી અને...

* 2018 માં રાજકોટ જિલ્લા નાપાટણવાવમાંથી 16 લાખ 38 હજારનો વીરપુરમાંથી 55 લાખ 76 હજાર 400 રૂપિયાનો મોરબી તાલુકામાંથી 47 લાખ 72 હજાર 400 નો દારૂ મળી આવ્યો હતો. 
* 2019 માં જૂનગાઢ જિલ્લામાંથી વંથલીમાંથી બે વખત તેનો દારૂ પકડાયો હતો, પ્રથમ વખત 7 લાખ 53 હજાર 600નો અને બીજી વખત 9 લાખ 16 હજાર 800 નો, કેશોદમાંથી 33 લાખ 16 હજાર 800 નો જૂનાગઢ જિલ્લામાંથી 33 લાખ 25 હજારનો દારૂ ઝડપાયો હતો. 
* જયારે 2020 માં વંથલીમાંથી 29 લાખ 40 હજાર 480 નો અને કેશોદમાંથી 62 લાખ 11 હજાર 200 નો જૂનાગઢ તાલુકામાંથી 44 લાખ 4 હજાર નો અને 2021 માં રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી 22 લખ 47 હજાર 800 નો પકડાયો છે. 
* અત્યાર સુધીમાં આ એક જ બુટલેગરનાં નામનો 3 કરોડ 61 લાખ 2 હજાર 480 રૂપિયા જેટલો થાય છે 

આ રીઢા અને શાતિર બુટલેગરનો જે દારૂ પકડાયો તેના આંકડાજ કોઈ મોટો ધંધાદારી હોય તેવા છે. જોવા જઈ તો દર વર્ષે આ ધીરેન કારિયા હોય સરેરાશ એક કરોડ રૂપિયાનો દારૂ પોલીસ રેડમાં પકડાઈ ગયો હતો તો પ્રશ્ન એ થાય કે આ બુટલેગરનો નહિ પકડાયેલ અને પ્યાસીઓ સુધી પોહોંચી ગયેલ દારૂ ની કિંમત કેટલી હશે. ઉપરોક્ત માહિતી ઉપરથી આ બુટેલગરનું નટવર્ક કેવડું હશે વગેરે પ્રશ્ન થાય છે. જયારે ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે આ બુટેલગર હરિયાણાથી દારૂ ગુજરાતના જૂનગાઢ અને સૌરાષ્ટ્ર સુધી તમામ પ્યાસી સુધી પહોંચાડે છે. જે પણ તેના નેટવર્ક અંગે જોઈ શકાય છે. આ સાથે સાથે ગુજરાતના પ્રવેશથી છે ક સૌરાષ્ટ્ર એટલે કે ખુબજ અંદરને બીજા છેડા સુધી તેનો દારૂ કેમ પોહોચાડે છે વગેરે પ્રશ્ન થાય છે. ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ શાતિર ઉપર 30 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં મોટાભાગના દારૂ ના છે. 

GANDHINAGAR: રાજ્યની નગરપાલિકાઓને તેની કાર્યક્ષમતાને આધારે રેન્કીંગ, ઇનામ આપશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતનો આ શાતિર બુટલેગર હાલ તો જેતપુર ડીવીજન પોલીસના કબજામાં છે ને કાયદાની ચુંગાલમાં છે પરંતુ થોડા સમયમાં જ તે પાછો જેલ અને કાયદાને હાથ તાળી આ ને ફરી બજારમાં આવી જશે અને ફરી પાછો તેના મૂળ ધંધા એટલે કે ગેરકાયદેસર દારૂ વેચવા લાગશે અને પ્યાસી ઓ સુધી દારૂ પહોંચાડશે. ગુજરાતમાં દારૂ બંધીને જાળવી રાખવા માટે સરકારે વધુ કડક કાયદા બનવવા પડે તેવી સ્થિતિ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube