'ટી એન્ડ ચીઝ' પાર્ટીના ટ્રેંડની શરૂઆત માટે યોજાયો એક અનોખો સમારંભ

વાઈન અને ચીઝ અનાદિકાળથી એકબીજાના સાથીદાર બની રહ્યા છે અને વિવિધ પ્રકારની ફ્લેવર્સ દ્વારા સ્વાદગ્રંથિઓને આકર્ષી રહ્યા છે, પણ ચા અને ચીઝને જોડ્યા હોય તો કેવું ? ચા અને વાઈનમાં કેટલીક સમાન લાક્ષણિકતાઓ જોવા મળે છે. રેસ્ટોરન્ટ, કાફે અને લોન્જમાં ઉત્તમ સ્વાદ ધરાવતી ચા સાથે, ગુજરાત કે જ્યાં દારૂબંધી અમલમાં છે ત્યાં લોકો આહાર સાથે ચા લઈ રહ્યા છે.

Updated By: Feb 14, 2018, 07:39 PM IST
'ટી એન્ડ ચીઝ' પાર્ટીના ટ્રેંડની શરૂઆત માટે યોજાયો એક અનોખો સમારંભ

અમદાવાદ: વાઈન અને ચીઝ અનાદિકાળથી એકબીજાના સાથીદાર બની રહ્યા છે અને વિવિધ પ્રકારની ફ્લેવર્સ દ્વારા સ્વાદગ્રંથિઓને આકર્ષી રહ્યા છે, પણ ચા અને ચીઝને જોડ્યા હોય તો કેવું ? ચા અને વાઈનમાં કેટલીક સમાન લાક્ષણિકતાઓ જોવા મળે છે. રેસ્ટોરન્ટ, કાફે અને લોન્જમાં ઉત્તમ સ્વાદ ધરાવતી ચા સાથે, ગુજરાત કે જ્યાં દારૂબંધી અમલમાં છે ત્યાં લોકો આહાર સાથે ચા લઈ રહ્યા છે.

અન્ય રાજ્યમાં પણ હાઈ-ટી ચીઝ પાર્ટીઓ લોકપ્રિય બનતી જાય છે. બારનું લાયસન્સ મેળવવું, મોટી પેનલ્ટી ચૂકવવી અને દારૂ પીને વાહન ચલાવવાની સમસ્યા તેમજ ધાર્મિક માન્યતાઓને કારણે આલ્કોહોલ ફ્રી ભોજનના વિકલ્પોનું બજાર વિકસી રહ્યું છે. 

આરોગ્ય અંગે સભાન ભોજન રસિકો કે જેમને ખાંડ ધરાવતા તથા ફીણવાળા પીણાં  પસંદ ન હોય તેમને માટે ઉલોંગ અને ગ્રીન ટી લોકપ્રિય બનતી જાય છે. ચાની આ જાત વિવિધ પ્રકારના આહાર સાથે માફક આવે છે તેવું ફૂડ આંત્રપ્રિનિયોર્સ અમદાવાદ (એફઈએ) નામના એક બિનઔપચારિક ફેસબુક ગ્રુપ કે જેમાં આહાર ઉદ્યોગના વિવિધ સહયોગીઓ સામેલ થયા છે તેમણે Soho Il Forno ખાતે એક્સક્લુઝિવ "ટી એન્ડચીઝ ટેસ્ટીંગ સેશન”નું આયોજન કર્યું હતું."

રેસ્ટોરન્ટસ, કાફે, ટી લોન્જીસ, હોટલ્સ, રિસોર્ટસ, હેરિટેજ હોટલ્સ, બેંક્વેટસ, કેટરીંગ કંપનીઓ, બેકરીઓ, આઈસ્ક્રીમ ઉત્પાદકો વગેરે એફઈએ ગ્રુપ સાથે સંકળાયેલ લોકો એકઠા થયા હતા. બેકર્સ, ચોકલેટ મેકર્સ અને ટીફિન પ્રોવાઈડર્સ જેવા સ્થાનિક ઉદ્યોગ સાહસિકો પણ હાજર રહ્યા હતા. ફૂડ રાઈટર્સ/ બ્લોગર્સ તથા ઉદ્યોગમાં યોગદાન આપનાર પ્રોફેશનલ્સનો પણ આ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  

કોલકતા સ્થિત કંપની કર્મા કેટલ દ્વારા તેના માલિક ધીરજ અરોરાની હાજરીમાં વિવિધ ચા સ્પોન્સર કરવામાં આવી હતી. ચીઝ, મીટ અને ચા સાથે બંધ બેસે તેવી બ્રેડ અને ક્રેકર્સ, હેલ્ધી  બ્રાઉન્સ દ્વારા પૂરાં પાડવામાં આવ્યા હતા. અંદાજે 100 જેટલા ફૂડ આંત્રપ્રિનિયોર્સ કે જેમાં હોટલ માલિકો, રિસોર્ટસ, હેરિટેજ હોટલ્સ, રેસ્ટોરન્ટસ, કાફે, બેકરી અને સ્થાનિક ફૂડ આંત્રપ્રિનિયોર્સ હાજર રહ્યા હતા અને તેમણે ચા, ચીઝ અને વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. વધુને વધુ પ્રમાણમાં કારીગરો અને આયાતી ચીઝ અમદાવાદ અને વડોદરામાં ઉપલબ્ધ થઇ રહ્યું હોવાની નોંધ લેવાઈ હતી.

અહીં નોંધ લેવા જેવી બાબત એ છે કે અહીં દૂધ સાથે પીવાતી ચાની વાત નથી. જે ચા ઓફર કરાઈ છે તેમાં વિવિધ પ્રકારના ફૂલ, ફળ અને હર્બલ ટી, ગોર્મેટ ટી, એક્ઝોટીક ટી અને ચાનો ઉપયોગ કરીને બનાવેલ મોકટેઈલનો સમાવેશ કરાયો હતો. તેની સાથે પોચા માખણ જેવા ચીઝની વાનગીઓ સ્મોકી લેપસંગ સોચોંગ નામનું બ્લેક ટીનું એક વેરિયન્ટ અથવા ફર્સ્ટ ફ્લશ દાર્જીલિંગ ચા સાથે આ રજૂઆત કરવામાં આવી હતી. 

ક્રિસ્પી વાનગીઓ સાથે મસાલેદાર ઉલોંગ રજૂ કરાયું હતું. પૂર્વી કોટક નામની મહિલા ઉદ્યોગ સાહસિક કે જે પોતે ચા મસાલા બનાવે છે. તેમણે ક્રીમી બોકોનસી સાથે ચાનો સમન્વય કર્યો હતો. આ ઉપરાંત ગરમ મસાલા ચા સાથે તાજા પનીર પકોડા પિરસવામાં આવ્યા હતા.

સૌરીન શેઠ જણાવે છે કે "નવા યુગના ગ્રાહકો ચીઝ અને અન્ય ફૂડ પ્રોડક્ટસથી ખૂબ જ માહિતગાર છે. મારા મત મુજબ આયાતી અથવા સ્થાનિક ચીઝ વાપરનાર ગ્રાહકોની સંખ્યા છેલ્લા થોડાક વર્ષોમાં વધીને 35 થી 40 ટકા જેટલી થઈ છે. અમદાવાદના નવા વિસ્તારોમાં વિવિધ પ્રકારની ચીઝ સાથે રેસ્ટોરન્ટમાં ભોજનની માંગણી કરનાર ગ્રાહકોની સંખ્યા પણ વધીને 18 થી 20 ટકા થઈ છે. અગાઉ રેસ્ટોરન્ટસ દ્વારા મોઝરેલા જેવા એક કે બે પ્રકારના ચીઝ પીઝા માટે ખરીદવામાં આવતા હતા. ખાસ પ્રકારની વાનગીઓ માટે 7 થી 8 અલગ અલગ પ્રકારના ચીઝ ખરીદતી રેસ્ટોરન્ટસની સંખ્યા હવે વધતી જાય છે. યુવાન ઉદ્યોગ સાહસિકો હવે ચેદારને શાર્પ ચેદારથી અલગ પાડી શકે છે. સ્થાનિક બેકર્સ, પેસ્ટ્રીઝ અને રેસ્ટોરન્ટસ દ્વારા માસ્કારપોન, ફ્રેશરિકોટા અને ફીલાડેલ્ફિયા ક્રીમ ચીઝ જેવા ડેઝર્ટના ઉત્પાદન માટે ચીઝની માંગ વધી રહી છે."

વિવિધ પ્રકારના ચીઝ સાથે ચાને જોડીને આકર્ષક વિકલ્પ તૈયાર કરવા અંગે  હાજર રહેલા લોકોએ ચર્ચા કરી હતી. કડક, નરમ અને શાર્પ રેન્જની તિવ્રતા ધરાવતા તથા ગાયના દૂધ, ભેંસના દૂધ, બકરીના દૂધ તથા શાકાહારી પધ્ધતિથી બનાવાતા ચીઝ અંગે ચર્ચા થઈ હતી. હેન્ડમેડ બ્રેડ, ક્રેકર્સ, કોલ્ડ કટ્સ, કોન્ડીમેન્ટસ અને વિવિધ આહારના રોમાંચક બજાર અંગે ચર્ચા થઈ હતી.

Soho Il Forno ના દર્શન રાવલે જણાવ્યું હતું કે જે લોકોને આહાર ક્ષેત્રની બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ છે તે આ વાનગીઓને બહેતર રીતે સમજી શકે છે. અમે આ બેઠકનું આયોજન રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીના સહયોગીયો સાથે માહિતીના આદાન-પ્રદાન, સોફ્ટવેર તથા ટેકનોલોજી, કરવેરા, માનવ સંસાધન અને કૌશલ્ય વિકાસ જેવી ચર્ચા માટે કર્યું હતું. સૌ પ્રથમવાર ફૂડ અને બેવરેજ ઉદ્યોગના લોકો આ સમારંભમાં માહિતીના આદાન-પ્રદાન માટે એકત્ર થયા હતા. આ એક જ્ઞાનવર્ધક સમારંભ હતો અને શહેરમાં સુંદર આહારની શોધમાં રહેતી નવી પેઢીને ઉત્તમ વાનગીઓ પૂરી પાડવાની પરંપરા આગળ ધપાવીશું. ઉદ્યોગના અંદાજ મુજબ મૂલ્યની દ્રષ્ટિએ ચીઝ માર્કેટનો વૃધ્ધિ દર બે વર્ષથી 16 થી 17 ટકા જેટલો વધી રહ્યો છે. ભારતનું ચીઝ માર્કેટ રૂ.1250 કરોડથી વધુ મૂલ્યનું ગણવામાં આવે છે. તેનો ઉપયોગ મહદ્દ અંશે શહેરોમાં થાય છે. પ્રોસેસ કરેલુ ચીઝ  અડધાથી વધુ અને આર્ટીઝનલ ચીઝ એમાં 10 ટકા હિસ્સો ધરાવે છે. ફૂડ રિટેઈલ ઉદ્યોગ આહાર અને પીણાં અંગે વધતી જતી સભાનતાથી ઉત્સાહમાં છે. 

વડોદરાની ઝીરો વનના પરાગ વ્યાસ કે જેમની ગણના હોટલો, રેસ્ટોરન્ટસ અને કંપનીઓને વિદેશના અને એકઝોટીક ફૂડ પૂરા પાડનાર તરીકે થાય છે તથા મેગ્સન ફ્રેશ એન્ડ ફ્રોઝન ચેઈન ઓફ સ્ટોર્સ કે જેઓ વિવિધ વાનગીઓ અને આહારનુ વેચાણ કરે છે તેના રાજેશ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે, હવે વૈશ્વિક માહિતી ધરાવતા ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એમાંના ઘણાં લોકો આંતરરાષ્ટ્રિય પ્રવાસ કરી ચૂક્યા છે, વિદેશમાં અભ્યાસ કર્યો છે અથવા તો ફૂડ શો નિયમિતપણે જોઈને માહિતગાર બન્યા છે. આ બધા લોકો નવી વાનગીઓ ઈચ્છી રહ્યા છે. 

ફ્રાન્સીસ જણાવે છે કે "આ નવા ગ્રાહકોમાં આયાતી અને આર્ટીઝન ફૂડ, ફાઈન ટી, ચીઝ, કોલ્ડ કટ્સ, સોસીઝની ઘરે અને રેસ્ટોરન્ટસમાં માંગ વધતી જાય છે. મેગસન દ્વારા તાજેતરમાં અમદાવાદમાં 9 સ્ટોર અને વડોદરામાં 4 સ્ટોર ઉપરાંત સુરત, રાજકોટ, જામનગર અને ગાંધીધામમાં સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે."

બેઠકના રોમાંચમાં ઉમેરો કરવા માટે ફૂડ આંત્રપ્રિનિયોર્સ અમદાવાદ દ્વારા 2018માં વિવિધ પ્રકારનાં આહાર અને પીણાંનું ટ્રાયલ યોજવાનું આયોજન છે અને એ દ્વારા અમદાવાદનો ફૂડ સીન જીવંત બનવાની અપેક્ષા છે.