)
ઝી બ્યુરો/પાટણ: રાજ્યમાં ફરી એકવાર મોટો ગોઝારો અકસ્માત થયો છે. પાટણ જિલ્લાના સમી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર એસટી બસ તેમજ રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના સમી હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે. હિંમતનગરથી માતાનો મઢ જતી એસટી બસે રીક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે રીક્ષામા સવાર 5 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માત સમીના વચ્છરાજ હોટલ નજીક સર્જાયો હતો.
મૃતકોના યાદી