)
Vadodara News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની 6 વર્ષની બાળકીનું અપહરણ કરી તાંત્રિક વિધિ બાદ તેને મીની નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
મળી રહેલી માહિતી મુજબ, નવાખલ ગામના એક યુવકે બાળકીનું અપહરણ કરી સિંધરોટ વિસ્તારમાં તાંત્રિક વિધિ આચરી હતી. વિધિ બાદ બાળકીની નિર્દયતાપૂર્વક મીની નદીમાં ફેંકી દેવામાં આવી. ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને અટકાયત કર્યો છે.
હાલ પોલીસે આરોપીની કબૂલાતના આધારે બાળકીની શોધખોળ હાથ ધરી છે. SDRFની ટીમ સ્થળ પર પહોંચી બાળકીની શોધખોળ શરૂ કરી છે. નદીમાં પાણીનો પ્રવાહ અને ઊંડાણને કારણે કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાં SDRFની ટીમ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
આ ઘટના બાદ ગામમાં દહેશતનું માહોલ છવાયો છે. પોલીસે જણાવ્યું કે, બાળકીને ઝડપથી શોધી કાઢવા તમામ પ્રયત્નો ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.