ગુજરાતી ન્યૂઝGujaratગુજરાતના IPS દિલ્હીમાં ભરાયા; આ એક કારણથી મામલો બગડ્યો, આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસવું પડ્યું!

ગુજરાતના IPS દિલ્હીમાં ભરાયા; આ એક કારણથી મામલો બગડ્યો, આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસવું પડ્યું!

Gujarat Police: ગુજરાતના 2022ની બેચના ટ્રેઈની આઈપીએસ ઓફિસર રોહિત કુમાર તંવરે દિલ્હીમાં હવાલદાર હરભજનસિંહન લાફો ઠોકી દેતાં રવિવારની રાત અને સોમવારનો આખો દિવસ લાજપત નગર પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયો હોવાનો મીડિયા રીપોર્ટમાં દાવો કરાયો છે. 

ગુજરાતના IPS દિલ્હીમાં ભરાયા; આ એક કારણથી મામલો બગડ્યો, આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસવું પડ્યું!

Under trainee IPS officer beat up a Havaldar: સોમવારે લાજપત નગરમાં અન્ડર-ટ્રેનિંગ IPS અધિકારી અને તેમના સાથીઓએ એક કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે  પોતાની કારમાં બળજબરી બેસાડ્યો. તેઓ તેને કારમાં બેસાડી લાજપત નગર પોલીસ સ્ટેશન લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે લાજપત નગર પોલીસ સ્ટેશનમાં ફરીથી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન હવાલદાર હરભજને 112 નંબર પર પીસીઆર કોલ કર્યો. આ પછી IPS અને તેમના સાથીઓને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા..

Add Zee News as a Preferred Source

જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના 2022 બેચના IPS રોહિત તંવર અને તેમના સાથીદારોને આખો દિવસ લાજપત નગર પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા. માફીપત્ર લખ્યા બાદ અન્ડર-ટ્રેનિંગ IPS અને તેમના સાથીઓને સોમવારે સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા. 

જણાવવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલે અંડર-ટ્રેનિંગ IPSના મિત્રને દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતા રોક્યો હતો. આના પર તાલીમ હેઠળના IPSએ તેને થપ્પડ મારી હતી. આ મામલામાં દક્ષિણ-પૂર્વ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રવિકુમાર સિંહે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે આગળ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે રોહિત, ગુજરાત કેડરના અંડર-ટ્રેનિંગ IPS અધિકારી અને મૂળ હરિયાણાના બહાદુરગઢના રહેવાસી છે, રવિવારે રાત્રે લાજપત નગર ગામમાંથી તેમના કેટલાક મિત્રો સાથે આવ્યા હતા. રાત્રે 11-11.30 વાગ્યે પરત ફરતી વખતે લાજપત નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત હવાલદાર હરભજને તેમની કાર ચેકિંગ માટે રોકી હતી. કાર ચલાવનાર વ્યક્તિ નશામાં હતો. આના પર કોન્સ્ટેબલે તેને ગાડી ન ચલાવવા જણાવ્યું હતું. જેના પર રોહિતે કોન્સ્ટેબલને થપ્પડ મારી હતી.

ત્યારબાદ તે કોન્સ્ટેબલને કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયો. ત્યાં પણ બંને વચ્ચે ઝઘડો થયો. આ દરમિયાન કોન્સ્ટેબલે પીસીઆર કોલ કર્યો. ત્યારબાદ લાજપત નગર પોલીસ સ્ટેશને ફરીથી IPS અને તેના સાથીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. સીનિયર પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. આ પછી આઈપીએસ અને તેમના સાથીઓએ માફી પત્ર લખીને કોન્સ્ટેબલની માફી માંગી હતી. આ પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news