બોટાદમાં શર્મજનક ઘટના: 70 વર્ષીય શખ્સે 14 વર્ષીય સગીરા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, સગીરા બની માતા!
Botad News: બોટાદ જિલ્લામા શર્મનાક ઘટના પ્રકાશમાં આવી, 14 વર્ષિય સગીરા બની માતા. તરઘરા ગામના ૭૦ વર્ષિય અરજણ ખોડા ચાવડાએ સગીરા પર વારંવાર દુષ્કર્મ કર્યુ. સગીરાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડેલ જ્યા સગીરાએ બાળકને જન્મ આપ્યો. નવજાત બાળક ને સારવાર માટે ભાવનગર ખસેડાયુ.
Trending Photos
)
Botad News: બોટાદ જિલ્લાના તરઘરા ગામમાં એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માત્ર 14 વર્ષની સગીરા માતા બની છે. આ સગીરા પર ગામના જ 70 વર્ષિય અરજણ ખોડા ચાવડા નામના શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
સગીરાએ બાળકને આપ્યો જન્મ
મળતી માહિતી મુજબ, સગીરાને અચાનક દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
પોલીસ કાર્યવાહી
1 ડિસેમ્બર 2025 સગીરાના વાલીએ તરઘરા ગામના અરજણ ખોડા ચાવડા વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 2 ડિસેમ્બર 2025 પાળીયાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી અરજણ ખોડા ચાવડાની તાત્કાલિક ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે.
કોંગ્રેસના અધ્યક્ષે સગીરાની મુલાકાત લીધી
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગઈકાલે રાત્રે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતાબેન પટેલ બોટાદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પીડિત સગીરાની મુલાકાત લીધી હતી.
સરકાર પર આકરા પ્રહારો
સગીરાની મુલાકાત લીધા બાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને કડકમાં કડક સજા થવી જોઈએ અને પીડિત સગીરાને તાત્કાલિક યોગ્ય ન્યાય મળવો જોઈએ. વધુમાં, તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મહિલા કોંગ્રેસ દ્વારા યોગ્ય લડાઈ લડવાની ખાતરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














